Not Set/ જી.કે.જનરલ હોસ્પિટલમાં મૃતદેહો થયા ગુમ, હોસ્પિટલ સત્તાવાળાએ કહ્યું, ….

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓનાં મૃતદેહો ગુમ થયા અને મળતા ન હતા તે અંગે દર્દીઓનાં સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે થયેલ વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે જણાવવાનું કે મૃતદેહો ગાયબ નહોતા થયા પરંતુ

Gujarat Others Trending
Untitled 325 જી.કે.જનરલ હોસ્પિટલમાં મૃતદેહો થયા ગુમ, હોસ્પિટલ સત્તાવાળાએ કહ્યું, ....

ગુજરાત રાજયમાં કોરોનાની બીજી લહેરમાં નવા કેસની સાથે મોતનો આંક પણ ભયાવહ રીતે વધી રહ્યો છે. ત્યારે હોસ્પિટલ સંચાલક, ડોક્ટર અને અન્ય આરોગ્ય કર્મચારીઓની હાલત કફોડી બની છે. દર્દીઓને સાચવે  કે લાશ ને..?

ભુજમાં આવો જ એક કિસ્સો આવ્યો છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓનાં મૃતદેહો ગુમ થયા અને મળતા ન હતા તે અંગે દર્દીઓનાં સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફ સાથે થયેલ વાતચીતનો વીડિયો વાયરલ થયો હતો. જે અંગે જણાવવાનું કે મૃતદેહો ગાયબ નહોતા થયા પરંતુ કામનાં વધુ ભારણના લીધે મૃતદેહ પેકીંગ દરમિયાન કોન્ટ્રાક્ટનાં કર્મચારી દ્વારા ટેગીંગમાં થયેલ શરતચુકને લીધે ગેરસમજ ઉભી થઇ હતી. બાદમાં વ્યવસ્થિત તપાસ કરતા મૃતદેહો યોગ્ય જગ્યાએ અને યોગ્ય હાલતમાં હોવાનું માલુમ પડ્યું હતું. આ સમગ્ર મામલો એક કલાકના સમયમાં ઉકેલાઈ ગયો હતો.

પરિવારમાં કોઇનું અવસાન થાય ત્યારે સ્વજનો પર શું વીતે છે એ આપણે સૌ જાણીએ છીએ, તેઓ ગુસ્સામાં હોય તે સ્વાભાવિક છે. આ સમગ્ર ઘટના દરમિયાન દર્દીઓનાં સ્વજનોને જે તકલીફ ભોગવવી પડી તે બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ.