Not Set/ સતત રહેતો માથાનો દુખાવો આ રીતે મટાડશો

આજ કાલ ની ભાગદોડ  ભરી જિંદગી  માં માથા નો દુખાવો અને તેમાં પણ આધાશીશી ની સમસ્યા ખુબજ સામાન્ય થઈ ગઈ છે. આ સતત રહેતો દુખાવો વ્યક્તિ ને માનસિક અને શારીરિક સ્તર પર હેરાન પરેશાન કરી મૂકે છે. માથા ના દુખાવા ના કાયમી ઈલાજ માટે આહાર અને જીવનશૈલી માં ખુબજ સામાન્ય ફેરફારો કરવાથી તેમાંથી કાયમી છુટકારો […]

Health & Fitness Lifestyle
Posters સતત રહેતો માથાનો દુખાવો આ રીતે મટાડશો

આજ કાલ ની ભાગદોડ  ભરી જિંદગી  માં માથા નો દુખાવો અને તેમાં પણ આધાશીશી ની સમસ્યા ખુબજ સામાન્ય થઈ ગઈ છે. આ સતત રહેતો દુખાવો વ્યક્તિ ને માનસિક અને શારીરિક સ્તર પર હેરાન પરેશાન કરી મૂકે છે. માથા ના દુખાવા ના કાયમી ઈલાજ માટે આહાર અને જીવનશૈલી માં ખુબજ સામાન્ય ફેરફારો કરવાથી તેમાંથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

જો આધાશીશી નો દુખાવો હોય તો વ્યક્તિ ને મોટેભાગે….

– માથા ની એક જ બાજુ સતત દુખ્યા કરવું..
– ઉલ્ટી, ઊબકા, તીવ્ર ઊંચા અવાજ અને રોશની થી અણગમો..
– ગળા નો ભાગ જકડાઈ જવો..
– વારંવાર પાણી ની તરસ તથા વારંવાર બાથરૂમ માટે ની ઈચ્છા થવી..
– હતાશા કે સ્વભાવ માં અજુગતા બદલાવ આવવા..

આ દુખાવો થોડી મિનીટ થી લઇ થોડા કલાકો સુધી રહેતો હોય છે. આ અસહ્ય રહેતો દુખાવો વ્યક્તિ ને તેના રોજિંદા કાર્યો કરવામાં પણ અડચણ પેદા કરે છે.

Fort Lauderdale Headache Treatment | Headaches Therapy Oakland Park

– ઘણી વખત આધાશીશીનો દુખાવો શરૂં થતાં પહેલાં વ્યક્તિ ને આંખો ની આગળ ઝબકારા લાગવા
– કરંટ લાગ્યો હોય તેવું અનુભવવાવું
– કંઇક ભોકાતું હોય તેવો દુખાવો થવો
– અંગો સુન થઈ ગયા હોય તેવું લાગવું
– બોલવામાં તકલીફ પડવી વગેરે જેવા ચિહ્નો જણાય છે.

સતત માથાનો દુખાવો અને આધાશીશીના કારણો:

1. તણાવ યુક્ત જીવનશૈલી

2. વધુ પડતું ચા, કોફીનું સેવન

3. અપૂરતી કે અનિયમિત ઊંઘ

4. ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન

5. વધુ પડતો તીખો-તળેલો ખોરાક

6. વધુ શારીરિક શ્રમ અથવા વ્યાયામ નો અભાવ

7. તીવ્ર સુગંધ, રોશની કે ધ્વનિ પ્રદૂષણમાં રહેવું

8. વાતાવણમાં અચાનક થતાં  ફેરફારો

9. મહિલાઓમાં હોર્મોનમાં થતાં ફેરફારો

10. મેનોપોઝ અને માસિક સમયે થતાં ફેરફારો

11. ચીઝ, કૈફેન, ખાટા ફળો, ચોકલેટ્સ, દૂધની બનાવટો, પ્રિઝર્વવેટિવ ખોરાક વગેરે નું સેવન ટાળો.

Migraine Headache Medications, Symptoms, Causes, Treatment

માથાનો દુખાવો દૂર કરવા ના ઘરગથ્થુ ઉપાયો 😨😵

1. તુલસીના પાન ઉકાળીને તેની વરાળ લો.

2. લવિંગ વાટીને રૂમાલ માં લપેટી સુંઘવું .

3. ફુદીનાની પેસ્ટને માથે રાખવાથી ઠંડક મળે છે.

4. આદુ અને લીંબુના રસને પાણીમાં ભેળવીને પીવું.

5. શકકરિયું, ગાજર,લીલા શાભાજી, પાલક, ડ્રાય ફ્રુટ, બ્રાઉન રાઈસ, ઓમેગા ફેટી ૩ એસિડ, તાજો આહાર તથા પૂરતા પ્રમાણમાં પાણી વગેરે આધાશીશીના દુખાવામાં રાહત આપે છે.

6. સમયાંતરે ઉપવાસ કરવો.

આ પણ વાંચો- Recipe: મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું ધમધમતું શાક, મોં થશે ચોખ્ખું
આ પણ વાંચો- Health / સતત રહેતો માથાનો દુખાવો આ રીતે મટાડશો
આ પણ વાંચો-
Weightloss / વજન ઘટાડવા આ સમયે કરો 1 ચમચી અળસીનો ઉપયોગ

આ પણ વાંચો- શરદી-ઉધરસ મટાડવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ચીજ ભેળવીને પીઓ
આ પણ વાંચો- Health / બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા
આ પણ વાંચો- Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો- Health / તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ