Not Set/ પનીર અને મંચુરીયન સોસનું કોમ્બીનેશન આપશે ટેસ્ટી લીજ્જત

સામગ્રી 1 કપ સ્લાઇસ કરેલું પનીર 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર 1 ટેબલસ્પૂન તેલ 2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં 1 ટેબલસ્પૂન સમારેલું લસણ 1 ટેબલસ્પૂન સમારેલું આદૂ 1 ટીસ્પૂન સોયા સૉસ 1 ટીસ્પૂન ચીલી-ગાર્લિક સૉસ 2 ચપટીભર સાકર મીઠું (સ્વાદાનુસાર) પીરસવા માટે ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ બનવાવની રીત એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર અને 3/4 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં […]

Food Lifestyle
12 1 પનીર અને મંચુરીયન સોસનું કોમ્બીનેશન આપશે ટેસ્ટી લીજ્જત

સામગ્રી

1 કપ સ્લાઇસ કરેલું પનીર
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
1 ટેબલસ્પૂન તેલ
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં
1 ટેબલસ્પૂન સમારેલું લસણ
1 ટેબલસ્પૂન સમારેલું આદૂ
1 ટીસ્પૂન સોયા સૉસ
1 ટીસ્પૂન ચીલી-ગાર્લિક સૉસ
2 ચપટીભર સાકર
મીઠું (સ્વાદાનુસાર)

પીરસવા માટે
ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ

બનવાવની રીત

એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર અને 3/4 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર 30 સેકંડ સુધી સાંતળી લો.

તે પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, સોયા સૉસ, ચીલી-ગાર્લિક સૉસ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં પનીર મેળવી હળવા હાથે મિક્સ કરી, મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. તરત જ ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ સાથે પીરસો.