Not Set/ સ્ટફડ શાહી પૂરી આજે જ તમારા ઘરે કરો ટ્રાય

સામગ્રી 1 1/2 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી 1 1/2 કપ ઘઉંનો લોટ 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર 1 ટેબલસ્પૂન તાજું દહીં 2 ટેબલસ્પૂન પીગળાવેલું ઘી મીઠું (સ્વાદાનુસાર) મિક્સ કરીને પૂરણ બનાવવા માટે 3/4 કપ ખમણેલું પનીર 2 ટીસ્પૂન ઝીણા સમારેલા મરચાં 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર મીઠું  (સ્વાદાનુસાર) બીજી જરૂરી વસ્તુઓ તેલ  (વણવા તથા તળવા […]

Food Lifestyle
mahi rt સ્ટફડ શાહી પૂરી આજે જ તમારા ઘરે કરો ટ્રાય

સામગ્રી

1 1/2 કપ ઝીણી સમારેલી મેથીની ભાજી
1 1/2 કપ ઘઉંનો લોટ
1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર
1 ટેબલસ્પૂન તાજું દહીં
2 ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું (સ્વાદાનુસાર)

મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
3/4 કપ ખમણેલું પનીર
2 ટીસ્પૂન ઝીણા સમારેલા મરચાં
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું  (સ્વાદાનુસાર)

બીજી જરૂરી વસ્તુઓ
તેલ  (વણવા તથા તળવા માટે)

બનાવવાની રીત  

કણિક માટે

મેથીની ભાજી પર મીઠું છાંટી 15 મિનિટ માટે બાજુ પર રાખો. તે પછી તેને બન્ને હાથ વડે દબાવીને તેનું પાણી કાઢી નાંખો.

તે પછી મેથીમાં બાકી રહેલી વસ્તુઓ મેળવી જરૂરી પાણી સાથે કઠણ કણિક તૈયાર કરો. આ કણિકના 12 સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત
પૂરણના 12 સરખા ભાગ પાડી બાજુ પર રાખો. કણિકના એક ભાગને 75 મી. મી. (3)ના ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.

તે પછી તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારીઓને મધ્યમાં વાળી પૂરણને સંપૂર્ણ બંધ કરી લો. તેને ફરી 75 મી. મી. (3)ના ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.

આ જ પ્રમાણે બાકી રહેલા 11 ભાગને વણીને 11 ભરેલી પૂરી તૈયાર કરી લો.

એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી પૂરી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો. તરત જ પીરસો.