Not Set/ સાંભર નથી સાઉથ ઇન્ડિયન વાનગી, વાંચી લો અહી કેવી રીતે પડ્યું નામ !

સાઉથ ઇન્ડીયનની કોઈ પણ વાનગી હોય સાંભર વગર તે બધી અધુરી છે. ઢોંસા , ઈડલી કે ઉત્તપમ હોય સાંભર વગર તેની મજા અધુરી જ છે. સામાન્ય રીતે આપણને સાંભર દક્ષિણ ભારતની રેસિપી કહીએ છીએ. ખરેખર સાંભર સાઉથ ઇન્ડીયન વાનગી નથી. દુનિયાભરમાં રસોઈ બાબતે પ્રખ્યાત એવા શેફ કુનાલ કપૂરે સાંભર વિશે એક મહત્વનો ખુલાસો કર્યો છે. […]

Food Lifestyle
maxresdefault 12 સાંભર નથી સાઉથ ઇન્ડિયન વાનગી, વાંચી લો અહી કેવી રીતે પડ્યું નામ !

સાઉથ ઇન્ડીયનની કોઈ પણ વાનગી હોય સાંભર વગર તે બધી અધુરી છે. ઢોંસા , ઈડલી કે ઉત્તપમ હોય સાંભર વગર તેની મજા અધુરી જ છે. સામાન્ય રીતે આપણને સાંભર દક્ષિણ ભારતની રેસિપી કહીએ છીએ. ખરેખર સાંભર સાઉથ ઇન્ડીયન વાનગી નથી.

દુનિયાભરમાં રસોઈ બાબતે પ્રખ્યાત એવા શેફ કુનાલ કપૂરે સાંભર વિશે એક મહત્વનો ખુલાસો કર્યો છે.

શેફ કુનાલ કપૂર માસ્ટર શેફ ઇન્ડીયાના જજ રહી ચુક્યા છે. તેમનો  પોતાનો નવો શો આવી રહ્યો છે. એલએફ ચેનલ પર આવનારા આ કાર્યક્રમમાં દરેક ભોજનની ઉત્પત્તિ કેવી રીતે થઇ તેના વિશે જણાવી રહ્યા છે.

આ શોમાં તેમણે કહ્યું હતું કે તુવેરની દાળમાંથી બનેલ જે  સાંભરને આપડે સાઉથ ઇન્ડિયન વાનગી તરીકે ઓળખીએ છીએ તે ખરેખર મરાઠી લોકોની દેન છે.

આ વાનગીનું નામ મરાઠાના રાજા સંભાજી પરથી રાખવામાં આવ્યું છે. તે સમય દરમ્યાન મરાઠાનું શાસન હતું.

સાંભરને સૌ પ્રથમ શિવાજીના દીકરા સંભાજીએ બનાવ્યો હતો. જે સાંભર સામાન્ય રીતે તુવેરની દાળમાંથી બનાવવામાં આવે છે તે તે દરમ્યાન અડદની દાળમાંથી બનાવવામાં આવ્યો હતો.

સાંભર એ સાઉથ ઇન્ડિયનની વાનગી નથી પરંતુ મરાઠી વાનગી છે.