Recipe/ કોરોના જેવી ગંભીર બીમારીઓમાં ઈમ્યૂનિટી વધારી રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા 14 પીણાં

14 હેલ્થ ડ્રીન્કની Recipes…

Food Photo Gallery Lifestyle
00 કોરોના જેવી ગંભીર બીમારીઓમાં ઈમ્યૂનિટી વધારી રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા 14 પીણાં

કસ્ટર્ડ એપલ શેક

સામગ્રીઃ

૪ પાકાં સીતાફળ, ૧ ગ્લાસ દૂધ, ૩-૪ ચમચી ખાંડ, ૧ દાડમ, ૨ સંતરાં.

પાકેલાં સીતાફળને હાથથી ખૂબ મસળી નાખી તેમાંથી બધાં બી કાઢી નાખો. તેમાં દૂધ અને ખાંડ નાખી મિક્સીમાં એકરસ કરો. દાડમના દાણા કાઢી તેમાં થોડું પાણી રેડી મિક્સીમાં ક્રશ કરો અને પછી ગાળી લો. તેનાં બી કાઢી નાખો. સંતરાનો રસ કાઢી તેને પણ ગાળી લો. હવે આ ત્રણેને એકરસ કરો અને બરફ નાખી મહેમાનોને આપો.

ગ્રીન આલ્મંડ શેક

સામગ્રીઃ

૫૦૦ ગ્રામ લીલી બદામ, ૧/૨ લિટર દૂધ, ૧ કપ ખાંડ.

લીલી બદામને છોલી ખૂબ સારી રીતે ધોઇ નાખો. બધી બદામને દૂધમાં નાખી મિક્સીમાં ક્રશ કરો. ખાંડ ભેળવીને ફ્રીઝમાં ઠંડું થવા દો. મહેમાનોને ઠંડો ગ્રીન આમંડ શેક પીવા આપો.

બીટ શેક

સામગ્રીઃ

૨ બીટ, ૧ લિટર દૂધ, ૧ કપ ખાંડ, ૧/૨ કપ ક્રીમ.

દૂધને ઉકાળો અને તેમાં એક બીટને છીણીને નાખી દો. તે ઉકળીને ચોથા ભાગ જેટલું રહે એટલે તેમાં ૧/૨ કપ ખાંડ નાખીને ભેળવો. પછી તેને આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. તેને મિક્સીમાં નાખી ફીણી લો. એમાં ક્રીમ ઉમેરીને હલાવો. હવે ૧/૨ કપ ખાંડની એકતારી ચાસણી બનાવો. તેમાં એક બીટના ટુકડા કરીને નાખો. છેલ્લે મહેમાનોને આપતી વખતે બીટના મનગમતા આકારના ટુકડા કરી સજાવો. આ બીટ શેક મહેમાનોને એકદમ ઠંડુ-ઠંડું આપો.

લેમન કોફી

સામગ્રીઃ

૨ ચમચી કોફી પાઉડર, ૧ લીંબુ, ૧૧/૨ ચમચો ક્રીમ, ૨ ચમચા ખાંડ.

સજાવટ માટેઃ ક્રીમ, લીંબુ.

૧૧/૨ ગ્લાસ પાણીમાં કોફી અને ખાંડ નાખી ઉકાળો. ઠંડું થાય એટલે લીંબુનો રસ ભેળવી ગ્લાસ ભરો. બરફનો ભૂકો કરી તેમાં નાખો અને ઉપર ક્રીમથી સજાવટ કરો. બસ, ખટમીઠી લેમન કોફી તૈયાર છે.

કાજુ બટર મિલ્ક

સામગ્રીઃ

૧ કપ કાજુ, ૧ ગ્લાસ દહીં, ૧/૪ કપ ખાંડ, ૪ એલચી.

સજાવટ માટેઃ બદામના ટુકડાં.

રીતઃ કાજુમાં ૧૧/૨ કપ પાણી રેડી તેને પલાળી રાખો, બે કલાક પછી મિક્સીમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લો. દહીંમાં ખાંડ નાખી તેને મિક્સીમાં ફીણી, લસ્સી બનાવો. એલચીનો બારીક પાઉડર બનાવો. બરફનો ભૂકો કરો. લસ્સીમાં કાજુની પેસ્ટ નાખી ચમચાથી ખૂબ હલાવી બરફ નાખો અને ઉપર બારીક સમારેલી બદામ નાખી ઠંડી લસ્સી પીઓ.

 

કોકોનટ કોલ્ડ ડ્રિંક

સામગ્રીઃ

૧ મોટું નાળિયેર, ૧ વાટકી સાકર, ૧ ગ્લાસ મલાઇવાળું દૂધ, ૧ ચમચી એલચીનો પાઉડર, ૧ ચમચી ગુલાબજળ, ૧ ગ્લાસ પાણી, ૧/૨ વાટકી ખાંડ, બરફનો ભૂકો.

સજાવટ માટેઃ ગુલાબની પાંખડીઓ.

નાળિયેરને તોડી પાણી જુદું કાઢી લો અને પછી તેને બારીક સમારી મિક્સીમાં પાણી, નાળીયેરનું પાણી, ખાંડ, સાકર, દૂધ, એલચીનો પાઉડર બધું મિક્સ કરી ક્રશ કરો. ચમચાથી તેને એક રસ કરો.

એક જગમાં કાઢી લઇ તેમાં ગુલાબજળ અને બરફ નાખો. કોકોનટ ડ્રીંક પીવા આપતી વખતે ઉપર ગુલાબની પાંખડીઓથી સજાવો.

ટેસ્ટી એપિટાઇઝર

સામગ્રીઃ

૨૫૦ ગ્રામ પાલક, ૧/૨ ગ્લાસ ફુદીનાનો અર્ક, ૨ કાચી કેરી, ૧ ગ્લાસ ટામેટાંનો રસ, ૧/૨ કપ લીંબુનો રસ, ૧ ગ્લાસ દહીં, ૧ ચમચી સંચળ, ૧/૨ ચમચી વાટેલાં લીલાં મરચાં, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧ ચમચી શેકેલું જીરૂં, ૧/૪ ચમચી મીઠું.

રીતઃ પાલકને ખૂબ ધોઇને એક ગ્લાસ પાણી રેડી પ્રેશરકૂકરમાં બાફી લો. તે ઠંડી પડે એટલે ગાળીને સૂપ કાઢી રાખી મૂકો. એ જ રીતે કાચી કેરીઓને પણ એક ગ્લાસ પાણી રેડી બાફીને ઠંડી થવા દો. પછી તેને ખૂબ મસળીને ઘટ્ટ રસ કાઢો. એક મોટી તપેલીમાં બધા રસ મિક્સ કરો અને દહીંને પણ વલોવીને તેમાં ભેળવો. મીઠું, મરચાં, મસાલા બધું નાખી ફ્રીઝમાં ઠંડું થવા માટે મૂકી દો. જમતાં પહેલાં ઠંડા-ઠંડા પીણાનો આનંદ માણો.

લેમન પીલ ડ્રિંક

સામગ્રીઃ

૬ લીંબુ,૧૧/૨ કપ ખાંડ, ૮-૧૦ પાન ફુદીનો, બરફનો ભૂકો, ૨ કપ પાણી.

સજાવટ માટેઃ લીંબુની ગોળ રિંગ્સ

રીત:

લીંબુને ૧/૨ કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી તેને છોલી નાખો. હવે મિક્સીમાં ખાંડ સાથે લીંબુની છાલ અને રસને એકરસ કરો. બરફનો ભૂકો કરી લીંબુના તૈયાર રસમાં નાખી દઇ ગ્લાસમાં ભરો. ફુદીનાનાં પાન અને લીંબુની રીંગથી સજાવી આપો.

કોલ્ડ જેલી ડ્રિંક

સામગ્રીઃ

૧ પેકેટ લેમન અથવા સ્ટ્રોબેરી જેલી, ૧૦૦ ગ્રામ કાળી દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ લીલી દ્રાક્ષ, ૨ ચમચા રૂહઅફઝા, બરફનો ભૂકો.

રીત:

સ્ટ્રોબેરીના પાઉડરને ગરમ પાણીમાં નાખી તેને ખૂબ એકરસ કરો અને ફ્રીજમાં મૂકી દો. તે ઠંડુ થાય પણ જામી ન જાય તે ધ્યાન રાખવું. હવે બે ગ્લાસમાં પહેલાં ૧-૧ ચમચો ઠંડી જેલી નાખો. પછી લીલી દ્રાક્ષ, ફરી ૧ ચમચો ભરી જેલી નાખો. તે પછી કાળી દ્રાક્ષ નાખી ફરી ૧ ચમચો જેલી નાખો. ત્યાર પછી રૂહઅફઝા રેડી છેલ્લે બરફનો ભૂકો નાખો. ચમચાથી સહેજ હલાવીને મહેમાનોને પીવા આપો.

શેતૂર શેક

સામગ્રીઃ

૨૫-૩૦ શેતૂર, ૨ ગ્લાસ દૂધ, ૧/૨ કપ ખાંડ ૧/૨ કપ ક્રીમ.

રીત :

શેતૂરને સૌપ્રથમ ખૂબ સારી રીતે ધોઇ નાખો. ઠંડા દૂધમાં ખાંડ નાખી તેને ધીમી આંચે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તે ઉકળીને અડધા ભાગનું રહે એટલે આંચ પરથી ઉતારી લો. હવે શેતૂરનો ગર કાઢી તેને ઠંડા દૂધ સાથે મિક્સીમાં નાખી એકરસ કરો. આ શેકને ગ્લાસમાં ભરો અને ક્રીમને ફીણી તેના પર નાખો. તે ઠંડુ થયા પછી સ્વાદ માણો.

ફાલસા શેક

સામગ્રીઃ

૫૦૦ ગ્રામ ફાલસા, ૨ ગ્લાસ દૂધ, ૧/૪ કપ બૂરું ખાંડ, ૧/૨ કપ ક્રીમ.

ફાલસાને ખૂબ મસળી અને ગળણીથી ગાળી લો. તેમાંથી બી કાઢી નાખો. બરફનો ભૂકો કરી તેને દૂધમાં નાખો. બૂરું ખાંડ નાખી ઠંડા દૂધમાં ફાલસાનો રસ ભેળવો અને ઉપર ક્રીમ નાખી ઠંડો ઠંડો શેક પીઓ.

See the source image

સ્પ્રાઉટ ડ્રિંક

સામગ્રીઃ

ર ચમચા ફણગાવેલા ઘઉં, ર ચમચા ફણગાવેલા મગ, ૧ ચમચો લીંબુનો રસ, ૧ કપ સંતરાનો રસ, સહેજ મીઠું, ૪ ચમચા મધ, ૧ કપ બરફનો ભૂકો.

ઉપરોક્ત જણાવેલ બધી ફણગાવેલ સામગ્રીને મિક્સીમાં ક્રશ કરી બે ગ્લાસમાં ભરી દો. લીંબુ અને સંતરાના ટુકડાથી સજાવી પીવા માટે આપો.

ગ્રેપ્સીકા

સામગ્રીઃ

૧ બોટલ લિમ્કા, ૩ કપ કાળી દ્રાક્ષ, ૧ ફ્રુટી, ૨ ચમચાં ખાંડ

ફ્રૂટીને આઇસ ટ્રેમાં નાંખી તેનો બરફ જમાવી લો. દ્રાક્ષને ખાંડ સાથે ભેળવી મિક્સીમાં ક્રશ કરી ગાળીને ફ્રીઝમાં મૂકી દો. જ્યુસ પીતાં પહેલાં ગ્લાસમાં પ્રથમ દ્રાક્ષનો રસ રેડો. પછી ૩-૪ ફ્રૂટી ક્યુબ નાખો અને ઉપર લિમ્કા રેડી તરત જ પીઓ.

કોર્નફ્લેક્સ ઠંડાઇ

સામગ્રીઃ ૬ ચમચા કોરો ઠંડાઇ મસાલો, ૬ બદામ, ૧ ગ્લાસ દૂધ, ૮ ચમચા ખાંડ, ૮ ચમચા કોર્નફ્લેક્સ, ૨ ચમચા રૂહઅફઝા શરબત. સજાવટ માટેઃ ર બદામની કતરણ, ગુલાબની ૮-૧૦ પાંખડીઓ.

રીતઃ ઠંડાઇ મસાલા અને બદામને રાતે પાણીમાં પલાળી દઇ, સવારે મિક્સીમાં બારીક ક્રશ કરી નાખો. ત્રણ ગ્લાસ પાણીમાં ખાંડ ભેળવી તેને ગાળી લો. ૨ ચમચા રૂહઅફઝાને એક ગ્લાસ પાણીમાં ભેળવી ક્યુબ બનાવવા માટે આઇસ ટ્રેમાં ભરીને જામવા મૂકી દો. કોર્નફ્લેક્સને ૧૦ મિનિટ દૂધમાં પલાળો અને તેમાં ગાળેલી ઠંડાઇ ભેળવી ગ્લાસમાં બરફના ભૂકા સાથે ભરો. તેને રૂહઅફઝાના ક્યુબ નાખી પીઓ.