Digestive System Health/ આંતરડામાં ગંદકી જમા થાય છે? આ રીતે પાચનક્રિયાને સુધારો

ખોરાકના પાચન માટે આંતરડાનું સ્વચ્છ રહેવું ખૂબ જરૂરી છે.

Lifestyle Tips & Tricks Health & Fitness
YouTube Thumbnail 2024 03 27T125216.483 આંતરડામાં ગંદકી જમા થાય છે? આ રીતે પાચનક્રિયાને સુધારો

Health News: આજના સમયમાં ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ જેવી ચીજવસ્તુઓનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ વધવા લાગે છે. દર ત્રીજી વ્યક્તિ પેટની બીમારીઓથી પીડાતો જોવા મળી રહ્યો છે. ખોરાકના પાચન માટે આંતરડાનું સ્વચ્છ રહેવું ખૂબ જરૂરી છે. તેમજ શારીરિક રીતે પણ સ્વસ્થ રહેવું જરૂરી છે. પાચનક્રિયા સારી કરવા સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે તમે રાખશો.

શા માટે આંતરડામાં ગંદકી જમા થાય છે?

પાણીની ઘટ

જો તમારા શરીરમાં પાણી ઓછું થઈ જાય છે ત્યારે આંતરડામાં ગંદકી જમા થાય છે. જેથી પાચન તંત્રથી જોડાયેલી ઘણી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

અપચો

પાચનતંત્ર નબળું હોય ત્યારે આંતરડામાં ગંદકી જમા થાય છે. જો ખોરાક સારી રીતે નથી પચતો તો પણ પેટની સમસ્યાઓ ઊભી થાય છે.

દારૂ અને ધૂમ્રપાન

જે લોકો દારૂ અને ધૂમ્રપાનનું સેવન કરે છે તેઓને પેટની સમસ્યા વધારે થાય છે.

કેવી રીતે આંતરડા સાફ રાખી શકાય?

હળદર અને મધનું સેવન

આંતરડામાં રહેલી ગંદકીને સાફ કરવા માટે તમે હળદર અને મધનું સેવન કરી શકો છો. હળદરમાં જોવા મળતા એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિવાયરલ ગુણો આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ સિવાય મધ પાચનતંત્રને સુધારે છે જેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે.

હર્બલ ટી

હર્બલ ટીનું સેવન કરવાથી આંતરડામાં જમા થયેલી ગંદકી પણ દૂર થશે. ફૂદીનો, તુલસી, આદુ અને વરિયાળીમાંથી બનેલી ચા તમારા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. તેમાં રહેલા પ્રાકૃતિક તત્વો પાચનક્રિયા સુધારવા અને આંતરડા સાફ કરવામાં મદદ કરે છે.

ત્રિફળા

આ આયુર્વેદ દવા તમારા આંતરડાને સાફ કરવામાં અને તેને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરશે. ત્રિફળામાં આમળા, હરડ અને બહેરા જેવા તત્વો મળી આવે છે જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. નિષ્ણાતોની સલાહ પર, તમે દરરોજ મર્યાદિત માત્રામાં ત્રિફળાનું સેવન કરીને તમારા આંતરડાને સ્વસ્થ રાખી શકો છો.

લીંબુનો રસ

હૂંફાળા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી પણ આંતરડા સાફ થઈ શકે છે. દરરોજ સવારે આ મિશ્રણનું સેવન કરો. લીંબુના રસમાં એન્ટિબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે જે આંતરડાના ચેપને પણ દૂર કરે છે અને પાચનતંત્રને સુધારે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી સૂર્યકુમાર યાદવ IPLમાં આ મેચથી કમબેક કરશે…

આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે