Not Set/ માઇગ્રેનથી પીડિત લોકો ન કરે આ વસ્તુઓનું સેવન

માઇગ્રેનનો દુખાવો એવો છે જેના કારણે ગમે તેવા કઠણ વ્યક્તિ પણ માથુ પકડીને બેસી જાય છે આ દુખાવાની પીડા ન કહેવાય ન સહેવાય તેવી હોય છે. ત્યારે જો તમે સારવારની સાથે સાથે તમારા આહારવિહારમાં પણ થોડી ચોકસાઈ રાખશો તો જરૂરથી આ દુખાવામાંથી રાહત મેળવી શકશો. પહેલા તો એ જાણી લઇએ કે માથાનો દુખાવો તેમજ માઇગ્રેનનો […]

Health & Fitness Lifestyle
dgbfgvm 9 માઇગ્રેનથી પીડિત લોકો ન કરે આ વસ્તુઓનું સેવન

માઇગ્રેનનો દુખાવો એવો છે જેના કારણે ગમે તેવા કઠણ વ્યક્તિ પણ માથુ પકડીને બેસી જાય છે આ દુખાવાની પીડા ન કહેવાય ન સહેવાય તેવી હોય છે. ત્યારે જો તમે સારવારની સાથે સાથે તમારા આહારવિહારમાં પણ થોડી ચોકસાઈ રાખશો તો જરૂરથી આ દુખાવામાંથી રાહત મેળવી શકશો.

પહેલા તો એ જાણી લઇએ કે માથાનો દુખાવો તેમજ માઇગ્રેનનો દુખાવો સદંતર અલગ બાબત છે.  માઇગ્રેનનો દુખાવો માથાના જમણા કે ડાબા કોઈ એક ભાગમાં થાય છે.  અડધા માથાનો દુખાવા તરીકે ઓળખાતો માઇગ્રેન  એક ગંભીર બિમારી ગણાય છે જે સરળતાથી નિવારી નથી શકાતી.  આથી માઇગ્રેનથી પીડિત વ્યક્તિઓ તેમની ખાણીપીણીને ધ્યાનમાં રાખીને આ દુખાવામાંથી રાહત મેળવી શકે છે. તો ચાલો જાણીએ કે માઇગ્રેનના દર્દીએ  શું ન ખાવું જોઈએ.

1 આઇસ્ક્રીમ તથા અન્ય ઠંડા પદાર્થો ખાવાથી માઇગ્રેનનો એટેક આવે છે તમે કસરત કર્યા બાદ તુરંત કોઈ ગરમ પદાર્થ ખાધો અને બાદમાં ઠંડી વસ્તુ ખાધી તો  માઇગ્રેન વધી શકે છે.

2 ચોકલેટ જેવી વસ્તુ માઇગ્રેનના દર્દી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.ચોકલેટમાં હાજર કેફિન તથા બીટા ફેનિલેથાઇલામિન નામનું તત્વ હોય છે. જેના કારણે  બ્લડ સેલમાં ખેંચાણ ઉભું થાય છે. અને તેનાથી માથામાં પીડા થાય છે.

માઇગ્રેનનું દર્દ વધારવા પનીર પણ જવાબદાર છે. તો સૂકા મેવાનું સેવન પણ  માઇગ્રેન વધારે છે. સૂકા મેવામાં સલ્ફાઇટ નામનું  કેમિકલ હોય છે.  ઉપરાંત કેળા અને સંતરાના સેવનને કારણે પણ માઇગ્રેનની પીડામાં વધારો થાય છે.

વધારે મીઠું એટલે કે નમક ખા વાનું પણ ટાળવું જોઈએ.  તેમજ પિઝા જેવા ફાસ્ટ  ફૂડના અમુક તત્વોને કારણે માઇગ્રેન વકરે છે.

આપણે બધા માનીએ છીએ કે ચા કે કોફી પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે પરંતુ માઇગ્રેન માટે આ યોગ્ય નથી. જે લોકો નિયમિત રીતે કોફી પીવે છે તેઓ માઇગ્રેનને સામેથી આમંત્રણ આપે છે.કોફીમાં ઘણું કેફિન હોય છે જે મગજની નસોના કામમાં બાધા ઉતપ્નન કરે છે.  આ કારણે બ્લડસર્ક્યુલેશન ઘટે છે અને માઇગ્રેનનો દુખાવો શરૂ થાય છે.

જે લોકો આલ્કોહોલ એટલે કે દારૂ પીએ છે તેમને દારૂ પીધા બાદ હેંગઓવર થાય છે અને માથામાં તીવ્ર દુખાવો થાય છે.

માઇગ્રેનની પીડાનું કારણ

માઇગ્રેનની પીડા બ્લડ સેલ્સ મોટા થવાને કારણે તેમજ  નર્વ ફાઈબર્સની તરફથી કેમિકલ વહેવાને કારણે  થાય છે. માઇગ્રેનના દુખાવામાં માથાની એકદમ નીચે આવેલા સેલ મોટા થઈ જાય છએ અને તેના કારણે માથામાં બળતરા તથા પીડા થાય છે.

માઇગ્રેનનમાં માથાના દુખાવા સાથે સાથે

હાથ પગમાં ઝણઝણાટી

બ્લાઇંડ સ્પોટ દેખાવો

ઉલ્ટી તેમજ અજવાળું અને અવાજ ન ગમે તેવું થતું હોય છે.