Not Set/ Health : ઓછી ઊંઘ સેહત માટે બની શકે છે હાનિકારક

દુનિયાભરનાં લોકો આજે પોતાની સેહતને લઇને સજાગ બન્યા છે. પરંતુ ઘણા લોકો આજે પણ આળસનાં કારણે સેહત પર પૂરતુ ધ્યાન આપતા નથી. ઘણા એવા પણ છે કે જે કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમની પાસે પોતાની સેહત વિશે વિચારવાનો સમય પણ હોતો નથી. ત્યારે ઘણા મોબાઈલમાં ગેમ રમતા પૂરતી ઊંઘ લેતા નથી. આપને જણાવી […]

Top Stories Health & Fitness Lifestyle
teen sleep 190530 Health : ઓછી ઊંઘ સેહત માટે બની શકે છે હાનિકારક

દુનિયાભરનાં લોકો આજે પોતાની સેહતને લઇને સજાગ બન્યા છે. પરંતુ ઘણા લોકો આજે પણ આળસનાં કારણે સેહત પર પૂરતુ ધ્યાન આપતા નથી. ઘણા એવા પણ છે કે જે કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમની પાસે પોતાની સેહત વિશે વિચારવાનો સમય પણ હોતો નથી. ત્યારે ઘણા મોબાઈલમાં ગેમ રમતા પૂરતી ઊંઘ લેતા નથી. આપને જણાવી દઇએ કે, ઓછી ઊંઘની આરોગ્ય પર સીધી અસર થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની બાબત સપાટીએ આવી છે.

d419d969 012d 4eb3 bf4f dca3cccff394 the most comfortable headphones to sleep in Health : ઓછી ઊંઘ સેહત માટે બની શકે છે હાનિકારક

રાત્રે મોડેથી ઊંઘી જતા લોકો અને વહેલી સવારે ઉઠી જતા લોકોનાં આરોગ્ય પર પણ પ્રતિકુળ અસર થાય છે. તબીબોએ કહ્યું છે કે પૂરતી ઊંઘ નહી મેળવનાર લોકોને ઘણી બિમારી થાય છે. જેમાં હાર્ટ સાથે સંબંધિત બિમારીનો સમાવેશ થાય છે. લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે છ કલાકથી ઓછી ઊંઘ મેળવનાર લોકો પર હાર્ટ સાથે સંબંધિત રોગનાં કારણે મૃત્યુ પામવાનો ખતરો ૪૮ ટકા સુધી વધી જાય છે. આ બાબત મુંબઇમાં રહેતા લોકો માટે પણ તેટલી જ લાગુ પડે છે.

Driving Dizziness Vertical Heterophoria When Driving Is Scary Health : ઓછી ઊંઘ સેહત માટે બની શકે છે હાનિકારક

તબીબોએ કહ્યું છે કે કાર્ડિયોલોજિસ્ટ બ્રાયન પિન્ટોએ તેમના મિત્રનાં ૪૩ વર્ષનાં પુત્રનાં મોતની વિગત આપતા કહ્યું છે કે રોડ પર જોગિંગ કરતી વેળા તે પડી ગયો હતો. કામનાં કલાકોને વધારવાનાં હેતુસર યુવા પેઢીનાં લોકો પૂરતી ઉંઘ મેળવી શકતા નહી. આવા યુવા વર્ગનાં લોકોમાં હાર્ટ સાથે સંબંધિત રોગનો ખતરો વધારે રહે છે. પિન્ટોએ કહ્યું છે કે સાત કલાકની ઉંઘ વગર કોઇ પણ કામગારી લાંબાગાળે નુકસાન કરે છે. કાર્ડિયોલોજિસ્ટ એ.બી. મહેતાએ કહ્યું છે કે હાર્ટ એટેક સાથે હોસ્પિટલ ઇમરજન્સી રૂમમાં પહોંચી ગયેલા ૬૦ ટકાથી વધારે દર્દીને તેમને હાર્ટ રોગ થશે તેવી ગણતરી પણ ન હતી. મોટા ભાગનાં કેસોમાં વધારે પડતી શારીરિક કસરત અને ઓછી ઊંઘ પણ હાર્ટ સાથે સંબંધિત રોંગ માટે જવાબદાર છે. યુનિવર્સિટી ઓફ વાર્કવિકે અભ્યાસમાં કહ્યું છે કે અમેરિકા, બ્રિટન, અને જાપાન સહિત આઠ દેશોમાં આ સમીકરણ લાગુ પડે છે. અભ્યાસ મુજબ રાત્રે છ કલાકથી ઓછી ઊંઘ ખતરનાક સાબિત થઇ શકે છે.