Bihar/ બિહારમાં પાકિસ્તાની ધ્વજ લહેરાવતા પોલીસ એકશનમાં,કરી આ કાર્યવાહી

બિહારના પૂર્ણિયામાં પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવાનો મામલો સામે આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના મધુબની સિપાહી ટોલા વિસ્તારની છે

Top Stories India
Bihar

Bihar;   બિહારના પૂર્ણિયામાં પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવાનો મામલો સામે આવ્યો છે. આ ચોંકાવનારી ઘટના મધુબની સિપાહી ટોલા વિસ્તારની છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે એસએચઓ પવન ચૌધરીએ જણાવ્યું કે ધ્વજ ઉતારી લેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે આ ધ્વજ એક ધાર્મિક ધ્વજ છે, જે લગભગ એક મહિના સુધી તે વ્યક્તિની છત પર લગાવવામાં આવ્યો હતો.

મળતી  માહિતી મુજબ( Bihar) આ ધ્વજ મસ્જિદની બાજુમાં આવેલા એક ઘરની છત પર ફરકાવતો હતો. માહિતી મળતાં જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને હટાવ્યો હતો. જે ઘર પર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો તેના મકાનમાલિકનું કહેવું છે કે તેમને આ અંગે કોઈ માહિતી નથી. તે જ સમયે, આ સમગ્ર મામલાને લઈને અધિકારીઓનું કહેવું છે કે દોષિતો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

સર્વે/આજની તારીખમાં લોકસભાની ચૂંટણી થાય તો જાણો કોને કેટલી બેઠક મળશે,સર્વેમાં જાણો દેશનો રાજકીય મૂડ

admitted to hospital/અભિનેતા અનુ કપૂરની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા