લીંબુથી સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તેના રસમાં ઘણા પોષક તત્વો તો હોય જ છે અને સાથે વિટામિન Cની માત્રા પણ ભરપૂર હોય છે. લીંબુ એ ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ અને બીટા કેરોટિનનો ઉત્તમ સ્રોત ગણાય છે. અને એટલે જ લીંબુથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે..
પરંતુ શું તમે જાણો છો કે આપણા પલંગ પાસે લીંબુનો ટુકડો રાખવાથી શરીર અને મનને પણ ઘણા ફાયદા થાય છે. તેથી જો તમને પણ ઉંઘ ના આવવાની સમસ્યા હોય તો આવો લીંબુનો જ એક ઉપાય જણાવીએ. એ માટે સૌ પ્રથમ એક લીંબુનો ટુકડો લો અને તેના પર મીઠું છાટો અને તેને તમારા પલંગની સાઇડ પર રાખો. આ તમને જરૂર થોડું વિચિત્ર લાગશે, પરંતુ આમ કરવાથી ચમત્કારિક લાભ મળી શકે છે. આવો જણાવીએ તેનાથી થતા ફાયદા વિશે…
બંધ નાક ખોલે છે: લીંબુની સુગંધ માત્ર તાજું કરતું નથી, પણ એન્ટી બેક્ટેરિયલ પણ છે. જો ઠંડીની શરદીને કારણે તમારું નાક બંધ થઈ ગયું છે, તો પછી લીંબુને પલંગની બાજુમાં મૂકો. તમને ઉંઘ પણ સારી આવશે.
જીવજંતુ દૂર રહે છે: લીંબુની સુગંધ જે સ્થળે આવતી હોય, ત્યાં કોઈ જીવ જંતુ પણ લાંબો સમય રહેતા નથી. રાત્રે સૂતા પહેલા લીંબુનો ટુકડો કાપીને પલંગની પાસે રાખો અને લાઈટ બંધ કરી દો. લીંબુની સુગંધ અને અંધકારને કારણે બધા જંતુઓ ભાગશે અને તમે આરામથી સૂઈ શકશો.
આ પણ વાંચો- શંકરસિંહનાં U-ટર્નની વાતો વચ્ચે આ સત્ય છે કે, ગુજરાતમાં કોંગ્રેસને ‘આયાતી’ નેતાઓ બહું ફળ્યા નથી