Sports News: દુનિયાના નંબર 1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ડિસેમ્બર 2023થી રમતના મેદાન પર જોવા મળ્યા નથી. એ જ મહિનામાં દક્ષિણ આફ્રિકાની સામે ટી-20 સિરિઝમાં કેપ્ટનસી કરી રહ્યા હતા અને એ જ મેચમાં ઘાયલ થતાં મેચ બહાર થઈ ગયા હતા. પછી તેમને ઘૂંટણમાં ઈજા થતાં સર્જરી કરાવવી પડી હતી. જેથી તેઓ લાંબા આરામ પર હતા. સૂર્યાકુમાર યાદવ IPL પણ રમી શક્યા નથી. ત્યારે હવે ક્રિકેટના મેદાન પર વાપસી ક્યારે કરશે તેની માહિતી મળી છે.
સૂત્રોની માહિતી પ્રમાણે સૂર્યકુમાર યાદવ આજે રમાનાર સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં ફીટ દેખાયા નથી. પરંતુ એવું પણ જાણવા મળ્યું છે કે ત્રીજી કે ચોથી મેચમાં તે આઈપીએલમાં કમબેક કરી શકે છે. સૂર્યાએ તાજેતરમાં જ નેટ પ્રેક્ટિસમાં જોડાયા હતા. હવે તેમને NCAના ક્લિયરન્સની જ રાહ જોઈ રહ્યા છે. જો સૂર્યા યાદવ મેચ માટે ફીટ થઈ ગયા તો 1 અથવા 7 એપ્રિલે રમાનારી મેચમાં બેટિંગ કરતા જોવા મળશે.
સૂર્યકુમાર યાદવે ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામ બનાવ્યું છે. ભારત માટે 60 ટી20 આંતરરાષ્ટ્રીય, 37 વન ડે, 1 ટેસ્ટ મેચ રમ્યા છે. ટી20માં તેમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 57 ઈનિંગ્સમાં જ 2141 રન બનાવ્યા છે. જેમાં 17 અર્ધસદી, 4 સદી પણ છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સરેરાશ 45થી વધુ અને સ્ટ્રાઈક રેટ 171.55નો રહ્યો છે.
IPLમાં સૂર્યા કુમાર યાદવે 139 મેચો રમી 3249 રન બનાવ્યા છે. મેચમાં 21 અર્ધસદી અને 1 સદી ફટકારી છે. છેલ્લી સિઝનમાં 16 ઈનિંગમાં 605 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા
આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે
આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે