I'm Back/ ટ્વિટર પર પરત આવી કંગના રનૌત, ટ્વિટ શેર કરીને વ્યક્ત કરી પોતાની ખુશી

મે 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું

Trending Entertainment
Kangana Ranaut

Kangana Back on Twitter: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનું સસ્પેન્ડ કરાયેલ ટ્વિટર એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. કંગના રનૌતે  શેર કરેલા ટ્વિટમાં ખુશી વ્યક્ત કરી છે. અભિનેત્રીએ લખ્યું કે તે પરત ફર્યા બાદ ખૂબ જ ખુશ છે. નોંધનીય છે કે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જ્યારે એલોન મસ્કે ટ્વિટર સંભાળ્યું, ત્યારે અભિનેત્રીએ આશા વ્યક્ત કરી કે તેનું એકાઉન્ટ પુનઃસ્થાપિત થશે.

મે 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કંગના રનૌત (Kangana Ranaut)નું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. અભિનેત્રીએ બંગાળ ચૂંટણી દરમિયાન થયેલી હિંસા સામે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. જે બાદ અભિનેત્રીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

Hello everyone, it’s nice to be back here 🙂

— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023

આ સિવાય કંગના રનૌત (Kangana Ranaut) પર ટ્વિટરની પોલિસી તોડવાનો આરોપ પણ લાગ્યો હતો. અભિનેત્રી દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટ્વિટ ટ્વિટરની નીતિને નુકસાન પહોંચાડી રહી છે. જેનાથી અભિનેત્રીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કંગના તેની આગામી ફિલ્મને લઇને ઘણી ઉત્સુક છે અભિનેત્રી કંગના રનૌત ફિલ્મ ‘ઇમરજન્સી’માં દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં મહિમા ચૌધરી ભારતીય સાંસ્કૃતિક કાર્યકર્તા અને લેખક પુપુલ જયકર તરીકે કામ કરે છે. અનુપમ ખેર આ ફિલ્મમાં રાજનેતા જયપ્રકાશ નારાયણની ભૂમિકામાં જોવા મળશે. આ સાથે શ્રેયસ તલપડે અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી રહ્યો છે.

કંગનાએ પોતાની ફિલ્મના શૂટિંગ દરમિયાનની સફર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ લાંબી પોસ્ટમાં કંગનાએ ત્યાં સુધી કહ્યું છે કે આ ફિલ્મ માટે તેણે પોતાની પ્રોપર્ટી ગીરવે રાખવી પડી હતી. પોસ્ટની સાથે કંગના રનૌતે શૂટિંગ સેટ પરથી કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે ઈન્દિરા ગાંધીના પાત્રમાં જોવા મળી રહી છે. કંગનાએ ‘ઇમરજન્સી’ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.

આ પણ વાંચો/ Pathaan Leaked Online/‘પઠાણ’ની રિલીઝ પહેલા શાહરૂખ ખાન માટે આવ્યા આ ખરાબ સમાચાર

આ પણ વાંચો/ Bollywood/‘પઠાણ’ના જબરજસ્ત બુકિંગથી નાખુશ છે બંગાળી ફિલ્મોના મેકર્સ, શું છે કારણ?