Pathaan Leaked Online/ ‘પઠાણ’ની રિલીઝ પહેલા શાહરૂખ ખાન માટે આવ્યા આ ખરાબ સમાચાર

રિપોર્ટ અનુસાર, Tamilrockers, Filmy4wap, Filmyzilla, Mp4movies, Pagalworld અને Vegamovies જેવી વેબસાઇટ્સે શાહરૂખ ખાનની ‘પઠાણ’ રિલીઝ પહેલા લીક કરી દીધી છે.

Trending Entertainment
Pathaan Leaked Online

Pathaan Leaked Online: શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ ‘પઠાણ’ સિનેમાઘરોમાં રિલીઝ થવાને આડે ગણતરીના કલાકો જ બાકી છે. આ ફિલ્મ આવતીકાલે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે, પરંતુ તાજેતરના અહેવાલોને કારણે ફિલ્મના નિર્માતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.  Zoom TVના રિપોર્ટ અનુસાર, Tamilrockers, Filmy4wap, Filmyzilla, Mp4movies, Pagalworld અને Vegamovies જેવી વેબસાઇટ્સે શાહરૂખ ખાનની ‘પઠાણ’ રિલીઝ પહેલા લીક કરી દીધી છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વેબસાઈટ પર ‘પઠાણ’ ફિલ્મની એચડી પ્રિન્ટ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, જે લોકો ફિલ્મ જોવા માટે ઇચ્છુક હતા તેઓ હવે ઘરે બેસીને જોઇ શકે છે અને તેની અસર ફિલ્મની કમાણી પર પડી શકે છે. ફિલ્મ ઓનલાઈન લીક થવાના સમાચારે મેકર્સની ચિંતા વધારી દીધી છે. ટ્રેડ એક્સપર્ટ્સનું પણ માનવું છે કે જો ફિલ્મ ઓનલાઈન લીક થશે તો તેની બોક્સ ઓફિસના આંકડા પર ખાસ અસર પડશે. જે વેબસાઈટ પર ફિલ્મ લીક થઈ છે તેની સામે મેકર્સ કડક કાર્યવાહી કરી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

જો કે, ફિલ્મ વિશે નિર્માતાઓ દ્વારા ચોક્કસપણે એવું કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકો એવા છે જેઓ ફિલ્મ વિશે સ્પાઇલર્સ  રિલીઝ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમને આવું ન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પહેલા ‘પઠાણ’નું ટ્રેલર પણ લીક થયું હતું અને હવે ફિલ્મ લીક થવાને કારણે ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. અગાઉ પઠાણના એડવાન્સ બુકિંગને ટિકિટ બારી પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ઉદ્યોગ નિષ્ણાતોને વિશ્વાસ છે કે શાહરૂખ ખાન સ્ટારર ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર 45 થી 50 કરોડની વચ્ચેની કમાણી કરી શકે છે અને આ આંકડો 60 કરોડ સુધી પણ પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018ની ‘ઝીરો’ પછી આ શાહરૂખ ખાનની મોટા પડદા પર વાપસી છે. આવી સ્થિતિમાં, ચાહકો ફિલ્મની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં જો ફિલ્મ લીક થવાના સમાચાર સાચા નીકળે છે તો તેનાથી મેકર્સને ઘણું નુકસાન થઈ શકે છે.

advance booking/વિવાદ બાદ પઠાણ ફિલ્મે એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ તોડયા,જાણો