રાજકીય/ શું હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરશે..?

હાર્દિક પટેલની સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવેલી પોસ્ટ માંથી પંજાનું હિસાબ આઈ એમ થતાં અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. હાલમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણમાં ભારે ગરમાગરમી જોવા મળી રહી છે.

Top Stories Gujarat
Untitled 3 8 શું હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરશે..?

હાર્દિક પટેલની સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવેલી પોસ્ટ માંથી પંજાનું નિશાન ગાયબ અનેક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. હાલમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણમાં ભારે ગરમાગરમી જોવા મળી રહી છે. ત્યારે દરેક પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાની વાહવાહી કરતા પોસ્ટ કરવામાં આવી રહી છે. ત્યારે હાર્દિક પટેલ દ્વારા પણ સોશિયલ મીડિયા ઉપર કેટલીક પોસ્ટ કરવામાં આવી છે. જોકે આ પોસ્ટ માંથી કોંગ્રેસનું ચુંટણી ચિન્હ આ પંજા નું નિશાન જોવા મળતું નથી. હાર્દિક પટેલની પોસ્ટમાંથી પંજા નું નિશાન ગાયબ થતાં સોશિયલ મીડિયામાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

Untitled 3 6 શું હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરશે..?

હાર્દિક પટેલ દ્વારા તાજેતરમાં બેનરમાં કોંગ્રેસનો ચેહર ન મુકતા હાર્દિક પટેલ પલટાના મૂડમાં હોય તેઓ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાર્દિકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું સત્તાનો ભાગીદાર હોવો કે વિપક્ષનો ઉદ્દેશ્ય આવનારી પેઢીને શ્રેષ્ઠ ગુજરાત આપવાનો છે. તેમની આ પોસ્ટ પણ ઘણો વિવાદ સર્જી રહી છે. અને તેમના પક્ષની ચાડી ખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવા છતાં પણ પોતાની પોસ્ટમાં પંજા નું નિશાળ મૂકવાનું ટાળ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલ પક્ષ પલટો કરશે તેવી આગાહીઓ દર્શાવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું હાર્દિક પટેલ આપ માં જોડાશે કે પછી ભાજપમાં જશે હાર્દિકની આ પોસ્ટ ને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

Untitled 3 7 શું હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો કરશે..?

પાટીદાર આંદોલનનો એક મોટો ચહેરો… જે એક સમયે પાટીદારોની 3 થી 4 લાખની રેલીને સંબોધિત કરતો હતો. હાર્દિક પાટીદારોને અનામતની માંગ સાથે આંદોલનના મેદાનમાં ઉતર્યો હતો. ખરેખર, હાર્દિક પટેલનું આંદોલન 2015માં શરૂ થયું હતું. તે પછી, હાર્દિક ભલે 2017ની ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો ન હોય, પરંતુ તેનો કોંગ્રેસ તરફનો ઝુકાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ જ કારણ હતું કે 1998 પછી ક્યારેય 60નો આંકડો પાર ન કરી શકનાર કોંગ્રેસે ગુજરાતમાં 78 બેઠકો જીતી હતી. આ પછી ચર્ચા શરૂ થઈ કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

જેમ જેમ હાર્દિકે કોંગ્રેસ તરફ વધુ પગલાં લીધા તેમ તેમ પાટીદાર સમાજ તેનાથી દૂર જતો રહ્યો. હાર્દિક આજે પાટીદાર નેતા છે, પરંતુ તે કોંગ્રેસી નેતા કહેવાનું પસંદ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળની વિચારસરણી એ છે કે જો ભવિષ્યમાં કોઈને મોટા હોદ્દા પર જવું પડશે તો તે પદ એકલા પાટીદાર નેતા તરીકે પ્રાપ્ત કરી શકાય નહીં. આજે હાર્દિક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી ઉપાધ્યક્ષ છે, પરંતુ તે ઘણી વખત પાર્ટી હાઈકમાન્ડને ફરિયાદ કરતો જોવા મળ્યો છે કે તે ગુજરાત કોંગ્રેસના નેતાઓના જૂથવાદનો શિકાર બની રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના સ્થાનિક કાર્યક્રમમાં તેમને આમંત્રણ નથી. આજે 2022ની ચૂંટણી આગળ છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં યુવા નેતા તરીકે કામ કરી રહ્યો છે, પરંતુ કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ હજુ પણ તેને પસંદ કરતા નથી. હાર્દિકે ચોક્કસપણે યુવા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસમાં પોતાના મૂળિયા મજબૂત કર્યા છે. હાર્દિક ધીમે ધીમે યુવા ચહેરાઓ દ્વારા કોંગ્રેસમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યો છે, પરંતુ 2022માં જો સૌરાષ્ટ્રના પાટીદારોના મોટા ચહેરા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસમાં હાર્દિક પટેલનું કદ ઘટશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Photos/ રશિયાના મિસાઈલ હુમલામાં મૃતદેહોનો ખડકલો, આવા હ્રદયદ્રાવક દ્રશ્ય માત્ર ફિલ્મોમાં જ જોયા હશે

રશિયા યુક્રેન યુધ્ધ/ યુક્રેનમાં લોકોનો જીવ બચાવતા આ નર્સ-ડોક્ટર પડ્યા પ્રેમમાં, બરબાદ શહેરમાં કર્યા લગ્ન