Not Set/ IPL 2018 : વિરાટ બ્રિગેડ પર ભારે પડી ધોનીની સેના, હાઈ સ્કોરિંગ મેચમાં CSKની ટીમે મેળવી શાનદાર જીત

બેંગલુરુ, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૫ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. હાઈ સ્કોરિંગ મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આપવામાં આવેલા ૨૦૬ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈની ટીમે ૧૯.૪ ઓવરમાં આ સ્કોરને વટાવી ટુર્નામેન્ટમાં પોતાની પાંચમી જીત હાંસલ કરી હતી. […]

Top Stories Sports
oooooooo IPL 2018 : વિરાટ બ્રિગેડ પર ભારે પડી ધોનીની સેના, હાઈ સ્કોરિંગ મેચમાં CSKની ટીમે મેળવી શાનદાર જીત

બેંગલુરુ,

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે ૫ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. હાઈ સ્કોરિંગ મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આપવામાં આવેલા ૨૦૬ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈની ટીમે ૧૯.૪ ઓવરમાં આ સ્કોરને વટાવી ટુર્નામેન્ટમાં પોતાની પાંચમી જીત હાંસલ કરી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સના શાનદાર વિજયનો હીરો ઓપનર બેટ્સમેન અંબાતી રાયડુ અને કેપ્ટન એમ એસ ધોની રહ્યા હતા. પરંતુ ધોનીને માત્ર ૩૪ બોલમાં ૭૦ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૨૦૫ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન વિરાટ કોહલી માત્ર ૧૮ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.

જો કે ત્યારબાદ ઓપનર બેટ્સમેન ડી કોક અને કેપ્ટન કોહલીના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા મિ. ૩૬૦ એ બી ડિવિલિયર્સની જોડીએ બીજી વિકેટ માટે ૧૦૩ રનની ભાગીદારી નોધાવી હતી. ડી કોકે ૩૭ બોલમાં ૪ સિક્સર સાથે શાનદાર ૫૩ રન ફટકાર્યા હતા જયારે ડિવિલિયર્સે CSKના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરતા માત્ર ૩૦ બોલમાં ૬૮ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. આ તુફાની ઇનિંગ્સ દરમિયાન ડિવિલિયર્સે ૮ ગગનચુંબી સિક્સર ફટકારી હતી.

મેચની અંતિમ ઓવરોમાં મનદીપ સિંહે પણ માત્ર ૧૭ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. જયારે CSK તરફથી ડ્વેન બ્રાવો અને ઇમરાન તાહિરે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

RCB દ્વારા આપવામાં આવેલા ૨૦૬ રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી ચેન્નઈની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન શેન વોટસન માત્ર ૭ રન બનાવી સ્પિન બોલર પવન નેગીનો પ્રથમ શિકાર બન્યો હતો. જો કે ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના ૧૧, સેમ બિલીંગ ૯ અને રવીન્દ્ર જાડેજા માત્ર ૩ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.

બીજી બાજુ ઓપનર બેટ્સમેન અંબાતી રાયડુએ એક છેડો સાચવી રાખી ૫૩ બોલમાં ૮ સિક્સર અને ૩ ચોક્કા સાથે ૮૨ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી જયારે કેપ્ટન કુલ તરીકે ઓળખાતા એમ એસ ધોનીએ પણ પોતાના અંદાજમાં બેટિંગ કરતા માત્ર ૩૦ બોલમાં ૭ સિક્સર સાથે અણનમ ૭૦ બનાવ્યા હતા અને ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. જયારે બેંગ્લોર તરફથી સ્પિન બોલરે યજુવેન્દ્ર ચહલે ૨ વિકેટ ઝડપી હતી.