GSEB/ આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ, સવારે 8:00 કલાકે થશે ઓનલાઇન જાહેર

રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 12 માટે શાળાકીય શિક્ષણ તેમજ ટેકનીકલ સંસ્થાઓ અંશતઃ ખોલવા માટે રાજ્ય સરકાર દ્વારા અનુમતિ આપવામાં આવ્યા બાદ વિધિવત રીતે પ્રારંભ થયો હતો. જેની વચ્ચે હજુ

Top Stories Gujarat
આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ, સવારે 8:00 કલાકે થશે ઓનલાઇન જાહેર

રાજ્યભરમાં ગઈકાલથી ધોરણ 12 માટે શાળાકીય શિક્ષણ તેમજ ટેકનીકલ સંસ્થાઓ અંશતઃ ખોલવા માટે રાજ્ય સરકાર દ્વારા અનુમતિ આપવામાં આવ્યા બાદ વિધિવત રીતે પ્રારંભ થયો હતો. જેની વચ્ચે હજુ પણ ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ હજુ પણ પરિણામની રાહ જોઇ રહ્યા હતા ત્યારે હવે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.

result આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ, સવારે 8:00 કલાકે થશે ઓનલાઇન જાહેર

શૈક્ષણિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ધોરણ 12ના  પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે. ધોરણ 12ના સાયન્સના નિયમિત વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર થઈ છે. આવતીકાલે 17 જુલાઈના રોજ પરિણામ જાહેર થશે. પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આવતીકાલે 17 જુલાઈના રોજ સવારે 8 વાગે પરિણામ જાહેર થશે.

board students આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ, સવારે 8:00 કલાકે થશે ઓનલાઇન જાહેર

ધોરણ 10 ના પરિણામ બાદ ધોરણ 12ના પરિણામ જલ્દી આવે તેવી આશા હતી. એક તરફ પરિણામની તારીખ જાહેર થઈ છે, તો બીજી તરફ, ધોરણ 12ની શાળાઓ અને કોલેજ પણ શરૂ થઈ ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આવતીકાલે રાજ્યભરના સાયન્સ ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થઇ રહ્યા છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે ઉચાટ જોવા મળી રહ્યો છે.

majboor str 4 આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ, સવારે 8:00 કલાકે થશે ઓનલાઇન જાહેર