કોરોના રસીકરણ/ રાજકોટના લોકોને રસીકરણ માટે ભાજપ કરશે મદદ, વોર્ડવાઇઝ કાર્યકર્તા ટીમ જાહેર

કોરોના મહામારી એ સમગ્ર દેશને ચિંતામાં મૂકી દીધો છે વડાપ્રધાન મોદી આવતીકાલે તમામ રાજ્યોની સરકાર સાથે બેઠક યોજવા જઇ રહ્યા છે. દેશમાં મોટા પાયા પર રસીકરણ ચાલી રહ્યું છે તેની વચ્ચે લોકોમાં જાગૃતિના અભાવને કારણે કોરોના વકર્યો છે ત્યારે રાજકોટના

Top Stories Gujarat
kamlesh mirani2 રાજકોટના લોકોને રસીકરણ માટે ભાજપ કરશે મદદ, વોર્ડવાઇઝ કાર્યકર્તા ટીમ જાહેર

કોરોના મહામારી એ સમગ્ર દેશને ચિંતામાં મૂકી દીધો છે વડાપ્રધાન મોદી આવતીકાલે તમામ રાજ્યોની સરકાર સાથે બેઠક યોજવા જઇ રહ્યા છે. દેશમાં મોટા પાયા પર રસીકરણ ચાલી રહ્યું છે તેની વચ્ચે લોકોમાં જાગૃતિના અભાવને કારણે કોરોના વકર્યો છે ત્યારે રાજકોટના લોકોને રસીકરણ આપવા માટે ભાજપના કાર્યકર્તાઓ મદદ કરશે.રાજકોટ સહિત સમગ્ર દેશમાં અત્યારે 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના રસીકરણ આપવાનો તબક્કો ચાલી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં વેક્સિનને લઈને ઉત્સાહ જોવા મળી જ રહ્યો છે. જો કે આ ઉત્સાહ જળવાઈ રહે અને શહેરના દરેક લાભાર્થી વડિલોને વેક્સિન મુકાઈ જવાની જવાબદારી શહેર ભાજપે ઉપાડી લીધી છે. આ માટે ભાજપ દ્વારા વોર્ડવાઈઝ 36 કાર્યકરોની 18 ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા પોતપોતાના વોર્ડમાં ફરીને લાભાર્થીઓને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવશે.આ ઉપરાંત વેક્સિન સેન્ટર ઉપર જનારા વડિલોને તકલીફ ન પડે તેનો પણ બારીકાઈથી ખ્યાલ રાખવામાં આવશે તો બીમાર લોકોને હોસ્પિટલ-રસિકરણ કેન્દ્ર સુધી લઈ જવાની વ્યવસ્થા પણ ભાજપ દ્વારા કરવામાં આવશે.

આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે દેશના ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોવિડ-19 વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે બહુ જ ઝડપથી કાર્ય કર્યું છે ત્યારે તમામ વ્યક્તિઓ રસી લઈ પોતાના શહેર, રાજ્ય અને દેશને કોરોનામુક્ત બનાવવામાં સહભાગી થાય તે માટે ભાજપનો કાર્યકર્તા ‘સેવા હી સંગઠન’ના મંત્રને સાર્થક કરી લોકોમાં વેક્સિન બાબતે જાગૃતતા આવે તે માટે સરકાર અને લોકો વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવશે. રસિકરણ કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરો લોકજાગૃતિ માટે ઘર-ઘર સંપર્ક, રજિસ્ટ્રેશન કરાવવામાં મદદરૂપ થવું, વરિષ્ઠ નાગરિકો તેમજ બીમાર વ્યક્તિઓને હોસ્પિટલ-રસીકરણ કેન્દ્ર સુધી લઈ જવા-પરત ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા, રસીકરણ કેન્દ્ર પર પીવાના પાણીની વ્યવસ્થા કરવી, વિવિધ પ્રકારના પ્રચાર-પ્રસારના માધ્યમથી જનજાગરણ અભિયાન ચલાવવું સહિતની કામગીરી કરશે. આ સમગ્ર ઝુંબેશના ઈન્ચાર્જ તરીકે જીતુ કોઠારી અને સહ ઈન્ચાર્જ તરીકે કિશોર રાઠોડની વરણી કરવામાં આવી છે. જ્યારે વોર્ડવાઈઝ ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે.

15 દિવસમાં રાજકોટમાં 60 વર્ષની ઉપરના 32944 લોકોને 
તા.1 માર્ચથી 60 વર્ષથી ઉપરની વયના વડિલોને વેક્સિનેશનનો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો જે અનુસાર તા.15 માર્ચ સુધીમાં 32944 લોકોને રસી મુકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે 45થી 60 વર્ષની ઉમરના વ્યક્તિ કે જેમને કોઈ બીમારી હોય તેવા 4303 લોકોને  રસીકરણ અપાવવામાં આવ્યા છે

ભાજપ દ્વારા વોર્ડ વાઈઝ ઈન્ચાર્જ અને સહઈન્ચાર્જની તૈયાર કરાયેલી ટીમ

વોર્ડ નંબર ઈન્ચાર્જ સહ ઈન્ચાર્જ
1 કાનાભાઈ ખાણધર જયરાજસિંહ જાડેજા
2 દશરથભાઈ વાળા ભાવેશભાઈ ટોયટા
3 રાજુ દરિયાનાણી હિતેશ રાવલ
4 દિનેશ ચૌહાણ કાનાભાઈ ઉદરેજા
5 મુકેશ ધનસોતા દિનેશ ડાંગર
6 દુષ્યંત સંપટ વીરમભાઈ રબારી
7 અનિલ લીંબડ રાજુભાઈ મુંધવા
8 કાથડભાઈ ડાંગર તેજસ જોષી
9 હિરેન સાપરિયા વીરેન્દ્ર ભટ્ટ
10 હરેશ કાનાણી પરેશ તન્ના
11 હરસુખભાઈ માકડીયા સંજય બોરીચા
12 મનસુખભાઈ વેકરીયા દશરથસિંહ જાડેજા
13 કેતન વાછાણી ધીરૂભાઈ તળાવીયા
14 નરેન્દ્ર કુબાવત વિપુલ માખેલા
15 મહેશ બથવાર રત્નાભાઈ મોરી
16 જીતુભાઈ સીસોદીયા જતીન પટેલ
17 યોગેશ ભટ્ટ જગદીશભાઈ વાઘેલા
18 હિતેશ ઢોલરીયા રવિભાઈ હમીરપરા