Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા કોલેજ અને યુનિવર્સિટી આ તારીખ સુધી બંધ,જાણો વિગત

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ભયાવહ હોવાથી  મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરી દીધી છે.

Top Stories India
કકકકકક મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા કોલેજ અને યુનિવર્સિટી આ તારીખ સુધી બંધ,જાણો વિગત
કોરોના વાયરસના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે ,રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ભયાવહ હોવાથી  મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકારના નવા નિર્ણય મુજબ હવે ફરી એકવાર કોલેજો અને યુનિવર્સિટીઓમાં માત્ર ઓનલાઈન અભ્યાસ જ થશે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે બુધવારે આની જાહેરાત કરી છે. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓનલાઈન ક્લાસ 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે આ દરમિયાન પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવામાં આવશે. રાજ્ય સરકાર વતી, એવું કહેવામાં આવ્યું છે કે માત્ર 50 ટકા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફને રોટેશનના આધારે કોલેજ અને યુનિવર્સિટીની ઓફિસમાં જવા દેવામાં આવશે.
વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન શિક્ષણ મંત્રીએ કહ્યું કે ચેપના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગોંડવાના, નાંદેડ, જલગાંવ યુનિવર્સિટીમાં ઇન્ટરનેટની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, જો જરૂરી હોય તો ઑફલાઇન મોડમાં પરીક્ષા લેવાની મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે આ આદેશ તમામ યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજોમાં પણ લાગુ પડશે. માત્ર કૃષિ યુનિવર્સિટીઓ અને કોલેજો જ ખુલ્લી રહેશે.
ઉલ્લેખનીય છે કે  મહારાષ્ટ્રમાં મંગળવારે રોજના કેસ 18,000ને વટાવી ગયા છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે જણાવ્યું હતું કે, “શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કાર્યમાં રોકાયેલા વિદ્યાર્થીઓ, કર્મચારીઓની સુરક્ષા અમારા માટે અત્યંત મહત્વની છે. મુખ્યમંત્રીએ આપેલી સૂચનાને પગલે અમે 15 ફેબ્રુઆરી સુધી શારીરિક વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન પૂર્વ નિર્ધારિત પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવામાં આવશે.