- ગાંધીનગરમાં કરિયાણાના વેપારીઓનો નિર્ણય,
- આજથી કરિયાણાની દુકાનો અડધો દિવસ રહેશે ખુલ્લી,
- આજથી 30 એપ્રિલ સુધી અડધો દિવસ દુકાનો રહેશે ખુલ્લી,
- સવારે 7.30 થી 2 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી,
- કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
રાજ્યમાં કોરોનાનાં વધતા કેસોએ હવે હાહાકાર મચાવી દીધો છે. આ કહેરને જોતા ઘણા જિલ્લાઓ સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યા છે. ત્યારે આ વચ્ચે રાજ્યનું પાટનગરમાંથી પણ કઇંક આવા જ સમાચાર સામે આવી રહ્યા છે.
વેક્સિન વેલનેસ / ભારતમાં અત્યાર સુધીમાં કુલ આટલા કરોડ લોકોને અપાઈ કોરોના રસી
ગાંધીનગરનાં રહેવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહી કરીયાણાનાં વેપારીઓએ દુકાનો અડધો દિવસ જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. આજથી 30 એપ્રિલ સુધી દુકાનો અડધો દિવસ ખુલ્લી રાખવામા આવશે. સવારે 7.30 થી 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે.
કોરોના 2.0 / દેશમાં 24 કલાકમાં 1.20 લાખથી વધુ કોરોના મુક્ત,2.55 લાખથી વધુ નવા કેસ, એક્ટિવ કેસ 18 લાખ નજીક
- ગાંધીનગર દહેગામમાં આંશિક લોકડાઉન,
- આજથી થી 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન,
- સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર રહેશે બંધ ,
- ઇમરજન્સી સેવાઓ 24 કલાક રહેશે ચાલુ,
- દૂધની ડેરીઓ રાત્રે 10 વાગ્યા સુધી રહેશે ચાલુ
ગાંધીનગર જિલ્લામાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે સ્થિતિને કાબુમાં કરવાનાં પ્રયત્ન હેતુ આજથી 30 એપ્રિલ સુધી ગાંધીનગર દહેગામમાં આંશિક લોકડાઉન રહેશે. સાંજે 4 વાગ્યા બાદ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રહેશે. જો કે ઈમરજન્સી સેવાઓ 24 કલાક ચાલુ રહેશે. વળી દૂધની ડેરીઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત કોરોના કેસમાં મસમોટો વધારો નોધાઇ રહ્યો છે. રાજ્યનાં આરોગ વિભાગનાં જણાવ્યા અનુસાર શનિવારે 9541 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3,94,229 ઉપર પહોચ્યો છે. વળી આ દરમિયાન 97 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મોત નો આંક 5267 ઉપર પહોચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3783 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,33,564 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 55,398 છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
