બોમ્બ વિસ્ફોટ/ અફઘાનિસ્તાનની શિયા મસ્જિદમાં વિસ્ફોટ થતાં 32 લોકોના મોત અને 53 ઘાયલ

 દક્ષિણ શહેરની મધ્ય હોસ્પિટલમાં તબીબે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સાત લોકો માર્યા ગયા છે અને 13 ઘાયલને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

Top Stories

શુક્રવારે અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં શિયા મસ્જિદમાં વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયાં છે. દક્ષિણ શહેરની મધ્ય હોસ્પિટલમાં તબીબે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સાત લોકો માર્યા ગયા છે અને 13 ઘાયલને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.આ વિસ્ફોટમાં મરનારાઓની સંખ્યા 32 થઇ ગઇ છે અને હજુપણ મરનારાઓની સંખ્યા વધી શકે છે. 53 લોકો ઇજાગ્રસ્ત છે.

તાલિબાન સરકારના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ભારે જાનહાની થઈ હતી.કારી સઈદ ખુસ્તીએ કહ્યું કે અધિકારીઓ વિસ્ફોટની વિગતો એકત્ર કરી રહ્યા છે, જે ઉત્તરીય શહેર કુન્દુઝમાં એક શિયા મસ્જિદ પર ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી બોમ્બ હુમલાના કેટલાક દિવસો બાદ થયો હતો જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.

પ્રાંતીય પરિષદના ભૂતપૂર્વ સભ્ય નેમાતુલ્લાહ વફાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ઈમામ બારગાહ મસ્જિદમાં થયો હતો અને ભારે જાનહાની થઈ હતી પરંતુ મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે તાત્કાલિક કોઈ પુષ્ટિ મળી નથી,અફઘાનિસ્તાનમાં વધતી જતી અનિશ્ચિત સુરક્ષાને રેખાંકિત કર્યા બાદ આ વિસ્ફોટ, ઈસ્લામિક સ્ટેટે ઓગસ્ટમાં કાબુલમાં પશ્ચિમી સમર્થિત સરકાર પર તાલિબાનની જીત બાદ હુમલામાં વધારો કર્યો છે.