Not Set/ હરિયાણા : સાઈકો કિલરે માત્ર બે કલાકમાં કર્યા ૬ મર્ડર, ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ

હરિયાણાના પલવલથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. પલવલમાં ગત રાત્રે સાઈકો કિલરે એક સાથે ૬ લોકોની હત્યા કર્યા બાદ પુરા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. નરેશ નામના માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ ગત રાત્રે ૨ થી ૪ વચ્ચે લોખંડના રોડથી એકાએક રસ્તામાં આવતા ૬ લોકોના મર્ડર કર્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ થતા જ સ્થાનિક […]

Top Stories
Palwal હરિયાણા : સાઈકો કિલરે માત્ર બે કલાકમાં કર્યા ૬ મર્ડર, ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ

હરિયાણાના પલવલથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. પલવલમાં ગત રાત્રે સાઈકો કિલરે એક સાથે ૬ લોકોની હત્યા કર્યા બાદ પુરા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. નરેશ નામના માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ ગત રાત્રે ૨ થી ૪ વચ્ચે લોખંડના રોડથી એકાએક રસ્તામાં આવતા ૬ લોકોના મર્ડર કર્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, આ સનસનાટી ભરી ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટર દુર જ થઇ હતી અને સમ્રગ ઘટના CCTV માં કેદ થઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ સૌપ્રથમ હોસ્પિટલમાં એક દર્દીની હત્યા કરી હતી અને ત્યારબાદ તે હોસ્પિટલના ટોયલેટમાં છુપાઈ ગયો હતો. ત્યાંથી આરોપી નાસી છુટ્યા બાદ મીનાર ગેટ, મોટી કોલીની અને રસૂલપુર રોડ પર પાંચ ચૌકીદારોની હત્યા કરી હતી. પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, આરોપી નરેશને આદર્શ નગર કોલોનીથી ઘાયલ અવસ્થામાં ઝડપી પાડવામાં આવ્યો હતો. ધરપકડ સમયે આ આરોપીએ પોલીસ પર પણ હૂમલો કર્યો હતો.