ચૂંટણીમાં બૂથ દીઠ એક ઇવીએમ લેખે 53,247 ઇવીએમ મશીનમાંથી ભાજપ- કોંગ્રેસ સહિત 1828 ઉમેદવારોનું ભવિષ્ય બપોર સુધીમાં નક્કી થશે.
કોંગ્રેસનું નવસર્જન થાય છે કે ભાજપનું પુનરાવર્તન થાય છે તે બપોર સુધીમાં સામે આવી જશે. ગુજરાત વિધાનસભાની રસાકસીભરી ચૂંટણીના પરિણામો આજે સોમવારે જાહેર થશે.
10 વાગ્યા સુધીમાં ટ્રેન્ડ ખ્યાલ આવી જતાં કોના 12 વાગે છે તે ખબર પડી જશે.સવારે 8.00 કલાકે તમામ સ્થળોએ એકસાથે ગણતરી શરૂ થઈ ગયું છે.