મારપીટ/ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના સાંસદને માર માર્યો

ગરીબ કલ્યાણ મેળામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી અને ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તાના સમર્થકો સામ સામે આવ્યા હતા,ત્યારબાદ મારપીટ શરૂ થઇ

Top Stories India
BJP 4 ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના સાંસદને માર માર્યો

યુપીના પ્રતાપગઢમાં ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તાને કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીના સમર્થકોએ માર માર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર  સંગીપુર બ્લોક ઓડિટોરિયમમાં શુક્રવારે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી અને ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તાના સમર્થકો સામ સામે  અથડાયા હતા. આ દરમિયાન પ્રમોદ તિવારી અને સાંસદ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી  ત્યારબાદ સાંસદને  માર મારવામાં આવ્યા હતા.

શનિવારે તમામ બ્લોકમાં સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના સંગીપુર બ્લોક ઓડિટોરિયમમાં પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 2 વાગ્યાની આસપાસ કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી અને રામપુર ખાસ ધારાસભ્ય આરાધના મિશ્રા (મોના) કાર્યક્રમમાં પહોંચ્યા. બરાબર પાંચ મિનિટ પછી, ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તા પણ તેમના સમર્થકો સાથે કાર્યક્રમમાં પહોંચ્યા. તેઓ આવતાની સાથે જ ત્યાં તણાવ વધી ગયો.

બંને પક્ષના સમર્થકોએ એકબીજા સામે સૂત્રોચ્ચાર શરૂ કર્યા. જેમ જેમ તણાવ વધતો ગયો તેમ તેમ સમર્થકો એકબીજા સાથે અથડાયા. તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો. ઘટનાના વીડિયોમાં પ્રમોદ તિવારી અને સાંસદ વચ્ચે ઝપાઝપી પણ જોવા મળી રહી છે. જેના કારણે ત્યાં અરાજકતા સર્જાઈ હતી. પોલીસે  લોકોને અલગ કર્યા. બ્લોકની બહાર પણ બંને પક્ષો વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. સાંસદની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ પછી સાંસદ તરત જ ત્યાંથી પરત ફર્યા. હંગામાને કારણે ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી હતી