ટ્રાફિક નિયમોનો ભંગ/ સુરતના એક વકીલના કારણે પોલીસની ગાડીના ઉતર્યા કાળા કાચ અને ફાટ્યો 3000 રૂપિયાનો મેમો

સુરતના પોલીસ કર્મચારીને જ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ ભરાવનાર એડવોકેટ બીજું કોઈ નહીં પરંતુ મેહુલ બોઘરા છે. છેલ્લા ઘણા સમયથી એડવોકેટ મેહુલ બોઘરા ટ્રાફિક નિયમોને લઈને આકરૂ વલણ દાખવી રહ્યા છે.

Gujarat Surat
Untitled 156 સુરતના એક વકીલના કારણે પોલીસની ગાડીના ઉતર્યા કાળા કાચ અને ફાટ્યો 3000 રૂપિયાનો મેમો

@અમિત રૂપાપરા 

કાયદો સૌ કોઈ માટે એક સરખો હોય છે સામાન્ય નાગરિક હોય કે, પછી પોલીસ હોય કે, કોઈ નેતા હોય તમામને કાયદાનું પાલન કરવું પડે છે. આ વાતને સાચી પાડી છે સુરતના એક વકીલે કે જેને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારીને તો સ્થળ પર જ દંડ ભરાવ્યો હતો.

સુરતના પોલીસ કર્મચારીને જ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ ભરાવનાર એડવોકેટ બીજું કોઈ નહીં પરંતુ મેહુલ બોઘરા છે. છેલ્લા ઘણા સમયથી એડવોકેટ મેહુલ બોઘરા ટ્રાફિક નિયમોને લઈને આકરૂ વલણ દાખવી રહ્યા છે. જો કાયદાના રક્ષકો ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો તેમને પણ નિયમોનું પાલન આ એડવોકેટ દ્વારા કરાવવામાં આવે છે. ત્યારે એડવોકેટ મેહુલ બોઘરા જ્યારે ડીંડોલી સાંઈ પોઇન્ટ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમની આગળ એક કાર હતી. આ કારના કાચ કાળા હતા જેથી એડવોકેટ મેહુલ બોઘરાય કાર ચાલકની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, કાર ચાલક બીજું કોઈ નહીં પરંતુ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારી છે.

આ પોલીસ કર્મચારીએ પહેલા તો એડવોકેટને જણાવ્યું કે, દવાખાનાનું કામ હોવાના કારણે તેઓએ મિત્રની કાર મિત્ર પાસેથી માંગી છે પરંતુ ત્યારબાદ એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા ટ્રાફિકના નિયમોની સમજ પોલીસ કર્મચારીને આપવામાં આવી હતી અને ડીંડોલી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક જ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તો લોકો પણ ઘટના સ્થળ પર એકઠા થઈ ગયા હતા.

એડવોકેટ મેહુલ બોઘરાએ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી અને ડીંડોલી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ પર આવી પોલીસ કર્મચારી પાસેથી ગાડીમાં કાળા કાચ ઉપરાંત પીયુસી અને વીમો ન હોવા બદલ 3 હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. આ ઉપરાંત પોલીસકર્મીની કારના કાચ પર લાગેલી કાળી ફિલ્મને પણ ઉતરાવવામાં આવી હતી એટલે એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ કર્મચારીને જ ટ્રાફિક નિયમોનું ભાન કરાવી નિયમ ભંગ કરવા બદલ દંડ ભરાવડાવ્યો હતો. લોકો દ્વારા પણ એડવોકેટના આ કાર્યની સરાહના કરવામાં આવી હતી.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો