મહીસાગર/ ઢોર પણ ન ખાય એવું અનાજ બાળકો માટે! શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં અસંખ્ય જીવાત

પ્રાથમિક શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત જોવા મળી છે. કડાણા તાલુકામાં આવેલ ઘોડિયાર તેમજ નીંદકા ઉત્તર પ્રાથમિક શાળા એમ બે શાળામાં કઠોળમાં  જીવાત જોવા મળી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 56 ઢોર પણ ન ખાય એવું અનાજ બાળકો માટે! શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં અસંખ્ય જીવાત

Mahisagar News: સરકાર દ્વારા ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં મોટી બેદરકારી સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓને અપાતા ભોજનમાં વપરાતા અનાજના ભોજનની ગુણવત્તા ખૂબ જ ખરાબ હોવાનું સામે આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રાથમિક શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત જોવા મળી છે. કડાણા તાલુકામાં આવેલ ઘોડિયાર તેમજ નીંદકા ઉત્તર પ્રાથમિક શાળા એમ બે શાળામાં કઠોળમાં  જીવાત જોવા મળી છે.

ગરીબ અને આદિવાસી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે અઠવાડિયામાં બે દિવસ કઠોળની વ્યવસ્થા કરવામાં આવી હતી. પુરવઠા વિભાગમાંથી જ જીવાત વાળું અનાજ આપવામાં આવે છે. સંચાલકો જીવાત વાળા અનાજ સાફ કરી ધોઈને બાળકોને ખવડાવવા માટે મજબુર બન્યા છે.મધ્યાહન ભોજનના સંચાલકો અનેક વાર મૌખિક રજુઆત કરી ચુક્યા છે. તેમ છતાં જીવાત વાળું અનાજ આપવામાં આવી રહ્યું છે.

 મધ્યાહન ભોજનના સંચાલકો તો સામાન્ય મોહરા છે પરંતુ આની પાછળ તો જેને અનાજ સપ્લાય કરવાની જવાબદારી છે તે વિભાગ છે. એના મસ્ત મોટા કેટલાક અધિકારીઓ છે તેઓ જવાબદાર છે. કારણ કે મધ્યાન ભોજનમાં બાળકોને સારું અને સ્વાસ્થ્ય દાયક અનાજ મળે તેની જવાબદારી પુરવઠા વિભાગની હોય છે. ત્યારે શું આ બાબતે ઉચ્ચ કક્ષાએ પગલાં લેવાશે કે નહીં એ જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પતુ કેમ કપાયું…?

આ પણ વાંચો:આસનસોલથી ભાજપના ઉમેદવાર પવન સિંહની વાપસી પર શું બોલ્યા શત્રુઘ્ન સિન્હા – જુઓ વીડિયો

આ પણ વાંચો:રાત્રે 10 વાગ્યે એવો શું ઈમેલ મોકલવામાં આવ્યો કે CJI ચંદ્રચુડ વકીલ પર થયા ગુસ્સે, જાણો

આ પણ વાંચો: ભોજપુરી સ્ટાર પવન સિંહ આસનસોલથી નહીં લડે ચૂંટણી, TMC પર લગાવ્યા આક્ષેપ