Not Set/ મધ્યપ્રદેશમાં ગુમ થયેલો વાઘ મહિસાગર પહોંચ્યો,ચાર મહિનાથી ગુજરાતમાં વિચરે છે

ગાંધીનગર, મહિસાગરના સંતરામપુરાના જંગલોમાં મળી આવેલો વાઘ ક્યાંથી આવ્યો છે તેની તપાસ રાજ્યના વન વિભાગે તેજ કરી છે.વન વિભાગના સુત્રો કહે છે કે સંતરામપુરા જંગલોમાં મળી આવેલો વાઘ મધ્યપ્રદેશનો હોઇ શકે છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વાઘ વાયા રાજસ્થાન થઈને ગુજરાતમાં આવ્યો છે અને તે વાઘણ નહીં પણ વાઘ છે. એક ફોરેસ્ટ […]

Top Stories Gujarat
mahisagr tiger મધ્યપ્રદેશમાં ગુમ થયેલો વાઘ મહિસાગર પહોંચ્યો,ચાર મહિનાથી ગુજરાતમાં વિચરે છે

ગાંધીનગર,

મહિસાગરના સંતરામપુરાના જંગલોમાં મળી આવેલો વાઘ ક્યાંથી આવ્યો છે તેની તપાસ રાજ્યના વન વિભાગે તેજ કરી છે.વન વિભાગના સુત્રો કહે છે કે સંતરામપુરા જંગલોમાં મળી આવેલો વાઘ મધ્યપ્રદેશનો હોઇ શકે છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વાઘ વાયા રાજસ્થાન થઈને ગુજરાતમાં આવ્યો છે અને તે વાઘણ નહીં પણ વાઘ છે.

એક ફોરેસ્ટ ઓફિસરના કહેવા પ્રમાણે આ વાઘનું નામ મંગલ બાવો છે અને તે ઉજ્જેનથી ગુમ થયેલો છે.આ વાઘની ઉંમર સાતથી આઠ વર્ષની હોઇ શકે છે.

વન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે  મંગલો બાવો ઉજ્જૈનથી મે 2017માં ગુમ થયો હતો. તેના શરીરના ચટ્ટા પટ્ટા અને પગલાંના નિશાન સંતરામપુરથી મળેલા વાઘ સાથે મેચ થાય છે એટલે આ એ જ નર વાઘ હોવાનું માની શકાય છે. છેલ્લા 3 મહિનામાં આ વાઘે 45 જેટલા મારણ કર્યા છે,જેમાં બકરીઓ અને વાછરડીનો સમાવેશ થાય છે.

આ વાઘ છેલ્લાં ચાર મહિનાથી મહિસાગરના જંગલોમાં ફરે છે અને હવે તે અહીં કાયમી વસવાટ કરે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.