એમેઝોન છેલ્લા ત્રણ વર્ષથી પ્રાઈમ ડે સેલનું આયોજન કરે છે. આ વર્ષે પ્રાઈમ ડે સેલ 16 જુલાઈના રોજ શરુ થશે અને 36 કલાક સુધી ચાલશે. એમેઝોન પ્રાઈમ ડે સેલ બીજા બધા સેલ જેવો જ હોય છે, પરંતુ આ સેલમાં ફક્ત એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ જ ભાગ લઇ શકે છે.
એમેઝોન પ્રાઈમ ડે સેલના દિવસે દેશના 4 મોટા શહેરોમાં કંપની ફક્ત 2 કલાકમાં સ્માર્ટફોન અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક સહીત બધી વસ્તુની ડીલીવરી કરશે. એમેઝોન પ્રાઈમ નાવ એપને એફએમસીજી કેટેગરીને ધ્યાનમાં રાખીને લોંચ કરવામાં આવી હતી. આ એપ હાલમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદમાં ઉપલબ્ધ છે.
એમેઝોનના એક પ્રવક્તાએ જણાવ્યું કે પ્રાઈમ નાવ દ્વારા કંપની, કસ્ટમરને તાત્કાલિક જરૂર હોય એવી વસ્તુઓની ફાસ્ટ ડીલીવરી ઓફર કરે છે. એમેઝોન આ વર્ષે 16 અને 17 જુલાઈના રોજ થનારા પ્રાઈમ ડે સેલમાં બધી કેટેગરીના મળીને 200 પ્રોડક્ટ લોંચ કરશે.
એમેઝોન પોતાના કસ્ટમર્સને 2 કલાકમાં ફાસ્ટ ડીલીવરીનો અનુભવ આપવા માટે મેમાં ગ્રોસરી એપનું નામ બદલીને પ્રાઈમ નાવ કરી દીધું હતું. આ એપ પર કસ્ટમર્સ માટે ફ્રેશ પ્રોડક્ટ્સ, ગ્રોસરી, હોમ અને કિચન આઈટમ કેટેગરીમાં 10000 થી વધારે પ્રોડક્ટ અવેલેબલ છે. જેની ડીલીવરી સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી કરવામાં આવે છે. એમેઝોન ફાયર ટીવી સ્ટીક, કિન્ડલ અને ઇકો ડિવાઈસ પ્રાઈમ નાવ પર ઓફર કરવામાં આવ્યા છે. એમેઝોનનો દાવો છે કે પ્રાઈમ નાવ એપ પર વેચાણમાં માસિક 10 ટકાની ઝડપથી વધારો થઇ રહ્યો છે.
એમેઝોને પ્રાઈમ કસ્ટમર્સ માટે 15 નવા ફૂલફીલમેંટ સર્વિસ સેન્ટર લોંચ કર્યા છે. કંપનીનો હેતુ એક ટુથબ્રશથી લઈને કિન્ડલ ડીવાઈસ સુધીની પ્રોડક્ટની ડીલીવરી 2 કલાકમાં કરવા માટે સપ્લાઈ ચેનને વધારે સક્ષમ કરી છે.