Zoo/ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતનાં આ શહેરમાં લેશે આકાર

ગુજરાત એ એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે ભારતનું ગૌરવ છે અને હવે રાજ્યમાં 280 એકરનો વિસ્તાર સૌથી ભવ્ય, વિદેશી અને હિંસક પ્રાણીઓ માટે દુનિયાનું સૌથી મોટું ઘર બનવા માટે તૈયાર થઈ રહ્યું છે.

Top Stories Gujarat Others
૧૪૭ 5 વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતનાં આ શહેરમાં લેશે આકાર

ગુજરાત એ એશિયાટીક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે ભારતનું ગૌરવ છે અને હવે રાજ્યમાં 280 એકરનો વિસ્તાર સૌથી ભવ્ય, વિદેશી અને હિંસક પ્રાણીઓ માટે દુનિયાનું સૌથી મોટું ઘર બનવા માટે તૈયાર થઈ રહ્યું છે. વિશ્વના સૌથી મોટા વન્યજીવ પ્રદર્શનનું સ્થળ – ગ્રીન ઝુલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ – અમદાવાદથી લગભગ 300 કિમી દૂર દ્વારકા-જામનગર રોડ પર તૈયાર તાહિ રહ્યું છે.

હવેથી બે વર્ષ પછી, પ્રાણી સંગ્રહાલયમાં મોટી બિલાડીઓને પ્રત્યક્ષ જોઈ શકશે. જ્યાં લોકો આફ્રિકન સિંહોનું ખૂંખાર પણું , તેમની હિંસકતા અને કુદરતે તેમણે આપેલી સુંદરતાનું પાન કરી શકો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા જામનગરના લાલપુર તાલુકામાં પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે. RIL પ્રાણીસંગ્રહાલયના બચાવ મિશનના ભાગરૂપે થોડા આફ્રિકન સિંહો અને રોયલ બંગાળ વાઘ પહેલેથી જ ગુજરાતમાં છે અને ઝૂ એન્ક્લેવથી 27 કિમીના અંતરે સ્થાપિત સુરક્ષિત સ્થાનોએ રાજ્યની પરિસ્થિતિઓને અનુરૂપ બની રહ્યા છે.

ગ્રાન્ડ ફેલાઈન્સએ હાલમાં અમેરિકન રીંછ (ગ્રીઝલી અને કાળો), જગુઆર, ઓસેલોટ્સ અને એક આલ્બિનો સિંહ  RIL પ્રાણીસંગ્રહાલયના બચાવ પ્રયાસો દ્વારા લાવવામાં આવ્યા છે. આવેલા આ તમામ પ્રાણીઓને જો અંહીનું વાતાવરણ અનુકૂળ આવશે તો તેમને જાહેરમાં જોવાના વિસ્તારમાં રાખવામાં આવશે. તેઓ વિદેશી પ્રાણીઓ માટે પ્રાણી સંગ્રહાલયના વિશેષ વિસ્તારમાં હશે, જે આગામી મહિનાઓમાં વધુ પ્રજાતિઓને પણ વિદેશથી મંગાવવામાં આવી શકે છે.

હાલમાં, આરઆઈએલ રિફાઈનરીની પાછળ જ, અર્થમૂવર્સ અને રોડ લેવલર્સ ધમધમીરહયા છે. અને આવા વિદેશી પ્રાણીઓને આવકારવા જ્ગ્યા નું સમરકામ કરી રહ્યા છે. જેમાં  79 પ્રજાતિઓના 1,689 પ્રાણીઓને સમાવી શકે તેવા બિડાણ માટે સલામત જ્ગ્યા બનાવી રહ્યા છે. આમાંથી 27 પ્રજાતિઓ ચિત્તા, જગુઆર, જગુઆરુંડી, પિગ્મી હિપ્પો, જિરાફ, ઝેબ્રા, કાંગારૂ, સફેદ ગેંડા અને આફ્રિકન હાથીઓ સહિત 257 વિદેશી પ્રાણીઓનો સમાવેશ કરશે. એનિમલ રેસ્ક્યુ સેન્ટરને બે કાર્ગો ફ્લાઈટ્સમાંથી ડિલિવરી મળી ચૂકી છે, એક અમદાવાદમાં અને બીજી જામનગરમાં. આ પ્રાણીઓને પોષણવિદો અને પશુચિકિત્સકોની ટીમ દ્વારા સમયાંતરે નિભાવ કરવામાં આવે છે. આ પ્રાણીઓની સુખાકારી પર નજર રાખવા માટે એક ખાસ CCTV નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યું છે.

પ્રાણીસંગ્રહાલય યોજના 10 મુખ્ય ઝોન અને 73 વિશિષ્ટ બિડાણોની કલ્પના કરે છે. એક મુખ્ય આકર્ષણ સૌથી મોટું, એક વિચિત્ર ટાપુ હશે. આમાં 257 પ્રાણીઓને દર્શાવવામાં આવશે જેમાં કેમેન (એલીગેટર જેવું જ ઉષ્ણકટિબંધીય અમેરિકન સરિસૃપ), કેપીબારસ (એક દક્ષિણ અમેરિકન સસ્તન પ્રાણી), મલયાન ટેપીર્સ (એક સ્થૂળ સસ્તન પ્રાણી), મેરકાટ્સ, માર્મોસેટ્સ (એક નાનું ઉષ્ણકટિબંધીય અમેરિકન વાનર), અને બિન્ટુરોંગ (એક) વૃક્ષ-નિવાસ સિવેટ). ભારતીય ફોરેસ્ટ ઝોનમાં વિશાળ ખિસકોલી, પેંગોલિન, સ્વેમ્પ ડીયર, એક શિંગડાવાળા ગેંડા અને ઢોલ (જંગલી કૂતરા) સહિત 238 પ્રાણીઓનો સમાવેશ થશે. પ્રાણીઓ માટેના પેડૉક્સ મોટાભાગે ખુલ્લા હશે, પરંતુ ઘણા બંધો પર PVB (પોલીવિનાઇલ બ્યુટાયરલ) લેમિનેટેડ ગ્લાસ બેરિયર્સ સલામતી માટે મૂકવામાં આવશે – સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) માં ઉપયોગમાં લેવાતા એક સમાન. પરંતુ પક્ષીસંગ્રહના કિસ્સામાં, મુલાકાતીઓ બિડાણમાં જઈ શકે છે.

RILના કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ TOIને જણાવ્યું: “જામનગરમાં ગ્રીન ઝૂલોજિકલ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશન કિંગડમ વિશ્વનું સૌથી મોટું હશે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે.”

Bollywood/ 45 વટાવી ચૂકેલી આ 7 અભિનેત્રીઓ લગ્ન વિના પણ છે ખુશ, ફોટામાં જુઓ કેટલી શાનદાર જિંદગી જીવી રહી છે