Not Set/ ઉત્તર પ્રદેશ/ ગોંડામાં ત્રણ દલિત સગીર બહેનો પર એસિડ એટેક, એકની હાલત ગંભીર

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ સાથે થતા અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે સોમવારે ગોંડામાં ત્રણ સગીર છોકરીઓ પર એસિડ એટેક પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ત્રણેય છોકરીઓ સગી બહેનો છે. તેમને દલિત સમુદાય કહેવમાં આવી રહી છે. એસિડ એટેકમાં મોટી બહેન ગંભીર રીતે દાઝી ગઈ છે, જ્યારે બે નાની બહેનો પર  એસિડના છાંટા […]

Uncategorized
700c66376d0b64b3390caac5e013665d ઉત્તર પ્રદેશ/ ગોંડામાં ત્રણ દલિત સગીર બહેનો પર એસિડ એટેક, એકની હાલત ગંભીર
700c66376d0b64b3390caac5e013665d ઉત્તર પ્રદેશ/ ગોંડામાં ત્રણ દલિત સગીર બહેનો પર એસિડ એટેક, એકની હાલત ગંભીર

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ સાથે થતા અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. હવે સોમવારે ગોંડામાં ત્રણ સગીર છોકરીઓ પર એસિડ એટેક પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ત્રણેય છોકરીઓ સગી બહેનો છે. તેમને દલિત સમુદાય કહેવમાં આવી રહી છે.

એસિડ એટેકમાં મોટી બહેન ગંભીર રીતે દાઝી ગઈ છે, જ્યારે બે નાની બહેનો પર  એસિડના છાંટા પડ્યાં છે. ત્રણેયને હાલમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમની ઉંમર 8, 12 અને 17 વર્ષ છે. ત્રણેય પર તેમના ઘરે હુમલો કરવામાં આવ્યો હતો. સોમવારે ત્રણેય સુતા હતા ત્યારે અજાણ્યા શખ્સે ત્રણેય પર એસિડ ફેંક્યું હતું. એસઓ સુધીર સિંહે આ એસિડ એટેકની પુષ્ટિ કરી છે. પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : જેલમાંથી પેરોલ પર છુટેલા નરાધમે કર્યુ કંઇક એવુ કે તમે પણ કહેશો કે હવે તો….

આપને જણાવી દઇએ કે ગોંડા ગયા અઠવાડિયે પણ ચર્ચામાં હતું. ત્યાં સંપત્તિના વિવાદમાં એક પુજારીને ગોળી વાગી હતી. આના પર વિપક્ષે યોગી સરકારનો ઘેરાવો કર્યો હતો અને કહ્યું હતું કે સાધુ-સંતો પણ તેમના શાસન હેઠળ સુરક્ષિત નથી. કોંગ્રેસે દાવો કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં 20 થી વધુ સાધુઓની હત્યા થઈ છે.

ઘાયલ હાલતમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. દલિત બહેનો પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રાજ્ય સરકાર હાથરસ કેસથી ઘેરાયેલી છે. હાથરસમાં 19 વર્ષિય દલિત યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સીબીઆઈ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ