Fire/ સુરતમાં રેપીડ ટેસ્ટ કરતી સીટીબસમાં લાગી આગ

રેપીડ ટેસ્ટીંગ બસમાં અચાનક આગ લાગી

Gujarat Uncategorized
surat bus સુરતમાં રેપીડ ટેસ્ટ કરતી સીટીબસમાં લાગી આગ

કોરોના મહામારીથી સુરતના લોકો પહેલાથી જ ખુબ પરેશાન થયેલા છે અને કોરોના માટે સ્વૈચ્છિક ટેસ્ટ કરવા લોકો જાય છે.કોરોનાના માહોલથી લોકોમાં દહેશત પેદા થઇ છે. સુરતના અમરોલી વિસ્તારમાં અચાનક રેપીડ ટેસ્ટ કરનાર સીટીબસમાં આગ લાગી જતાં અફરાતફરી સર્જાઇ હતી.આગમાં માલ-સામાનને નુકશઆન થયું છે પરતું કોઇ જાનહાની થઇ નથી.

અમરોલી વિસ્તારમાં અચાનક રેપીડ ટેસ્ટ કરનાર સીટી બસમાં અચાનક આગ લાગી જતાં ભયાંનક દ્રશ્યો સર્જાયા હતા. આગ લાગવાથી ટેસ્ટ કરવા આવેલા લોકો સત્વરે બસમાંથી ઉતરી જતાં કોઇ જાનહાની થઇ નથી. રેપીડ ટેસ્ટ કરનાર સાધનો અને રિપોર્ટ બુક સહિત માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો,

સુરતના અમરોલી વિસ્તાર પાસે રજવાડી પાર્ટી પ્લોટ પાસે રેપીડ બસ મોકલવામાં આવી હતી અચાનક બસમાં શોર્ટસર્કીટ થતાં ભીષણ આગ લાગી હતી ,ટેસ્ટ કરનાર લોકો સત્વરે બહાર દોડી આવ્યાં હતા તેથી કોઇ જાનહાનિ થઇ નથી.માલસામનો નુકશશાન થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના કેસો ખુબ વધી રહ્યા છે તેને કંટ્રોલ કરવા માટે મહાનગર પાલિકા દ્વાર ટેસ્ટીંગ માટે સીટી બસો ફાળવી છે. આજે એક બસમાં આગ લાગી હતી.