Not Set/ મેડીકલ વિધાર્થી આનંદો..!! રાજ્ય સરકાર હસ્તક કોલેજમાં હવે નહિ ચૂકવવો પડે ફી વધારો

  ગુજરાત સરકાર દ્વારા મેડીકલ ના વિદ્યાર્થીઓ માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. ડે. CM  નીતિન પટેલના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં રાજ્ય સરકાર હસ્તક ચાલતી મેડીકલ કોલેજમાં આ  વર્ષે કોઈ પણ જાતનો ફી વધારો કરવામાં આવશે નહિ. વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં રાજ્ય સરકાર હસ્તક ૮ મેડીકલ કોલેજ ચાલી રહી છે. જેમાં કોલેજ દીઠ […]

Uncategorized
2ac7eee9a62483aa6ccadd969c105d99 મેડીકલ વિધાર્થી આનંદો..!! રાજ્ય સરકાર હસ્તક કોલેજમાં હવે નહિ ચૂકવવો પડે ફી વધારો
 

ગુજરાત સરકાર દ્વારા મેડીકલ ના વિદ્યાર્થીઓ માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. ડે. CM  નીતિન પટેલના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં રાજ્ય સરકાર હસ્તક ચાલતી મેડીકલ કોલેજમાં આ  વર્ષે કોઈ પણ જાતનો ફી વધારો કરવામાં આવશે નહિ.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજ્યમાં રાજ્ય સરકાર હસ્તક ૮ મેડીકલ કોલેજ ચાલી રહી છે. જેમાં કોલેજ દીઠ 200 સીટ છે. એટલે કુલ 1600 વિધાર્થીઓ હાલમાં અભ્યાસ કરી રહ્યા છે.

જેમાંથી  75 ટકા સીટો સરકારી ક્વોટામાં છે. જે મેરિટ ક્વોટાથી ભરાય છે. 10 ટકા સીટોમાં ફી વધારે હોય છે જેમાં ડાયરેક્ટ પ્રવેશ આપવામાં આવે છે. 160 બેઠકો એનઆરઆઈ ક્વોટા છે.

સરકારી ક્વોટામાં 75 ટકા સીટ પર 3 લાખ રૂપિયા ફી વસુલાય છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 8 લાખ 25 હજાર રૂપિયા ફી છે. જ્યારે એનઆરઆઈ ક્વોટામાં 20 હજાર ડોલર ફી લેવાય છે.

રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ કોલેજોમાં આ વર્ષે કોઈ જાતનો ફી વધારો કરવામાં આવશે નહીં. આ સિવાય ખાનગી મેડિકલ કોલેજો અને મ્યુનિસિપલ કોલેજો જે ચલાવે છે તે નિર્ધારિત કરવાની જવાબદારી તેમની રહેશે. જેમાં કોઈ હસ્તક્ષેપ સરકાર કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.