Not Set/ “ગુનેગારો પર ગાળીયો કસાયો”/ સુલતાનખાનની ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો કેમ નોધવો પડયો..?

  ગુજરાતમાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓ સામે ગુજરાત પોલીસે ગાળીયો કસ્યો છે.. અમદાવાદમાં જુહાપુરામાં અનેક ગુનાહિત પ્રવૃતિઓ આચરતી સુલ્તાનખાન પઠાણની ગેંગ સામે વેજલપુર પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સુલતાનખાન પઠાણ ગેંગ સામે ગુજસીટોક ફરિયાદ નોંધાઇ આ ગેંગનાં 11 સભ્યોએ આચર્યા 76 જેટલા ગુનાઓ ખંડણી, જમીન પચાવવી તેમજ ખૂનની કોશીશ જેવા ગુનાઓ ગેંગનાં […]

Ahmedabad Gujarat
7d060a97eda14ef0f62068497bc43918 “ગુનેગારો પર ગાળીયો કસાયો”/ સુલતાનખાનની ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો કેમ નોધવો પડયો..?
7d060a97eda14ef0f62068497bc43918 “ગુનેગારો પર ગાળીયો કસાયો”/ સુલતાનખાનની ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો કેમ નોધવો પડયો..? 

ગુજરાતમાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓ સામે ગુજરાત પોલીસે ગાળીયો કસ્યો છે.. અમદાવાદમાં જુહાપુરામાં અનેક ગુનાહિત પ્રવૃતિઓ આચરતી સુલ્તાનખાન પઠાણની ગેંગ સામે વેજલપુર પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

  • સુલતાનખાન પઠાણ ગેંગ સામે ગુજસીટોક ફરિયાદ નોંધાઇ
  • આ ગેંગનાં 11 સભ્યોએ આચર્યા 76 જેટલા ગુનાઓ
  • ખંડણી, જમીન પચાવવી તેમજ ખૂનની કોશીશ જેવા ગુનાઓ
  • ગેંગનાં પાંચ સભ્યોની કરાઇ ધરપકડ, ત્રણ જેલમાં

અમદાવાદનાં વેજલપુર, સરખેજ તેમજ અસલાલી વિસ્તારમાં છેલ્લાં ધણા વર્ષોથી આતંક મચાવનાર સુલ્તાનખાન પઠાણ ગેંગ સામે નવી કાયદાની જોગવાઇ અનુસાર ફરિયાદ નોંધવામાં આવી છે. આ ગેંગ દ્વારા ગરીબ લોકોની મિલ્કત પડાવી લેવાનાં, સરકારી જમીન પચાવી પાડવાનાં, ખૂનની કોશીશ, ધાડ, હથિયારો રાખવા તેમજ ખંડણી, દારૂ જુગાર જેવા કુલ 76 ગુનાઓ વર્ષ 2010 પછી એટલે કે છેલ્લાં 10 વર્ષમાં નોંધાયા છે. ગુજસીટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ મુજબ તમામ સામે ગુનો નોંધીને અમદાવાદ પોલીસે આ ગેંગની કમર તોડી નાખી છે.

આ ગેંગનાં મુખ્ય આરોપી સુલતાનખાન પઠાણ સામે અનેક ગુનાઓ નોંધાયા છે. જેમાં હાલ તેનાં સહિત ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે. સુલતાનખાન પઠાણ ભુજ જેલમાં, અમીરખાન પઠાણ, અને ઇરફાન હુસેન સુરત લાજપોર જેલમાં પાસાની સજા ભોગવી રહ્યા છે.  ત્યારે અમદાવાદ પોલીસે આ ત્રણેય આરોપીઓનો કબ્જો મેળવી ગુનાના કામે ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જ્યારે અન્ય આરોપીઓ જમીરખાન પઠાણ, નજીરખાન પઠાણ અને બકસૈયદખાન પઠાણ સહિત 11 સભ્યો સામે ગુનો નોંધાતા અમદાવાદમાં ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલા આરોપીઓમાં પણ ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે. અમદાવાદનાં લોકો ભયમુક્ત માહોલમાં રહી શકે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આગામી દિવસોમાં આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે આવા પગલાં લેવાનું શહેર પોલીસે નક્કી કર્યુ છે.

ગુજરાતમાં ગુજસીટોક એક્ટ હેઠળ અત્યાર સુધીમાં 4 આરોપીઓ સામે ગુના નોઁધાયા છે. જેમાં કુખ્યાત વિશાલ ગોસ્વામી અને સોનુ ડાંગર બાદ અમદાવાદનાં સુલ્તાનખાન પઠાણ ગેંગ પર આ પ્રકારે પોલીસની કાર્યવાહી થતા આ ગેંગથી ત્રસ્ત લોકો સહિતનાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે બાકી અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

GUJCTOC શું છે..?

  • ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને ગયા વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. જેના થકી રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળી છે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઈ છે.
     
  • સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ છે.
     
  • વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લીક પ્રોસિક્યુટર, વધારાના પબ્લીક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂક કરાશે, જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરી શકે છે.
     
  • જો આવી કોર્ટો કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાય.  વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવીઝન સેશન્સ કોર્ટ પાસેરહે છે. વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કાયદામાં છે.
     
  • આતંકવાદ તથા સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલ પુરાવા ગ્રાહ્ય રખાશે. તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરુ પાડવામાં આવશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલ મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં છે.
     
  • મિલકતની તબદીલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે. તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.