Not Set/ VIDEO/ પ્રિયંકા ચોપરાએ તેના પતિને કરી kiss, પછી નિકના હોઠ પરથી લિપસ્ટિક…

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનસે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં સામેલ થયા તો ચર્ચા થવાની જ હતી. કોઈ પણ ઇવેન્ટ હોય કે સોશિયલ મીડિયા બંનેનો પ્રેમ તસ્વીરોમાં સ્પષ્ટ છલકાઈ જ આવે છે. પ્રિયંકા અને નિકના લગ્નજીવનને એક વર્ષ કરતા વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજી પણ બંનેની નજર એકબીજાથી દૂર થતી નથી. […]

Uncategorized
aaaaaaaaaamay 5 VIDEO/ પ્રિયંકા ચોપરાએ તેના પતિને કરી kiss, પછી નિકના હોઠ પરથી લિપસ્ટિક...

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનસે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં સામેલ થયા તો ચર્ચા થવાની જ હતી. કોઈ પણ ઇવેન્ટ હોય કે સોશિયલ મીડિયા બંનેનો પ્રેમ તસ્વીરોમાં સ્પષ્ટ છલકાઈ જ આવે છે. પ્રિયંકા અને નિકના લગ્નજીવનને એક વર્ષ કરતા વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજી પણ બંનેની નજર એકબીજાથી દૂર થતી નથી. તે પ્રેમ છે જે ચાહકોને બંને તરફ આકર્ષિત કરે છે. આ જ કારણ છે કે બંનેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

પ્રિયંકા અને નિક અમેરિકાના લોસ એન્જેલસમાં ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સ 2020 એવોર્ડ સમારોહમાં દેખાયા હતા. આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકાએ પિંક કલરના ડ્રેસમાં ડાયમંડ ગળાનો હાર પહેર્યો હતો. બ્લેક કોટ-પેઇન્ટમાં નિક ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો હતો. આ ફંક્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Instagram will load in the frontend.

આ વીડિયોમાં પ્રિયંકા અને નિક એક બીજાને કિસ કરી રહ્યા છે. કિસ કર્યા બાદ પ્રિયંકા નિકના હોઠ પરથી લિપસ્ટિકને સાફ કરતી જોવા મળી રહી છે. બંને એકબીજાની કેટલી સંભાળ રાખે છે તે પણ આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રિયંકા અને નિકના પ્રેમના ચાહકો આ વીડિયો પર ખૂબ જ સારી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પહેલા નવા વર્ષ નિમિત્તે પ્રિયંકા અને નિક રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. નવા વર્ષની ઉજવણી માટે એક કાર્યક્રમમાં પહોંચેલા નિક-પ્રિયંકા સ્ટેજ પર આવીને એકબીજાને કિસ કરતા જોવા મળ્યાહતા. આપને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકે ડિસેમ્બરમાં જ લગ્નની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરી હતી .1 ડિસેમ્બર, 2018 ના રોજ, પ્રિયંકા અને નિક લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. લગ્નના એક વર્ષ પૂરા થવા પર ચાહકોની સાથે સેલિબ્રિટીએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા.

Instagram will load in the frontend.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો પ્રિયંકા ચોપડા તાજેતરમાં જ ‘સ્કાય ઇઝ પિંક’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ પણ હતા. આ ફિલ્મ સફળ થઈ ન હતી. આ પહેલા પણ પ્રિયંકા સલમાન ખાનના ‘ભારત’માં જોવા મળી હતી, પરંતુ પ્રિયંકાએ આ ફિલ્મ છોડી દીધી હતી, જેની ચર્ચા પણ થઈ હતી. નિકની વાત કરીએ તો તે હાલમાં જ ‘જુમાનજી’માં જોવા મળ્યો હતો. આ સિવાય નિક તેના સ્ટેજ પરફોર્મન્સમાં પણ વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.