સુરત/ ડાયમંડ સીટી સુરત વધુ એકવાર થઈ કલંકિત, 15 વર્ષીય સગીરા પર કરાયું દુષ્કર્મ

15 વર્ષની કિશોરી સાથે તેની પડોશમાં જ રહેતા બે નરાધમો દ્વારા અલગ અલગ સમયે બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાની ઘટના સામે આવી છે.

Gujarat Surat
સુરત
  • સુરતમાં 15 વર્ષિય કિશોરી પર દુષ્કર્મ
  • બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
  • પડોશમાં રહેતા શખ્સોએ આચર્યું દુષ્કર્મ
  • મિત્રતા કેળવી કિશોરી પર આચર્યું દુષ્કર્મ
  • બળાત્કાર અને પોક્સો હેઠળનો ગુનો નોંધ્યો

સુરતમાં સતત ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. અહીંયા 15 વર્ષની કિશોરી સાથે તેની પડોશમાં જ રહેતા બે નરાધમો દ્વારા અલગ અલગ સમયે બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાની ઘટના સામે આવી છે. જેમાં પેટના દુખાવા સાથે તબીબી પરિક્ષણ માટે ગયેલી કિશોરીને અઢી માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું .

આ મામલે મળતી માહિતી અનુસાર,  સુરતના પુણાગામ ભૈયાનગર વિસ્તારમાં રહેતા અને ઈંડાની લારી ઉપર મજુરી કામ કરતા શ્રમજીવીની15 વર્ષની દીકરી સાથે મિત્રતા કર્યા બાદ બળાત્કાર  કર્યો હતો. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપીને પકડવા ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી.

આરોપી અજય સોનીના જવા બાદ તે રૂમમાં યુસુફ શેખ નામનો શખ્સ ભાડેથી રહેવા આવ્યો હતો. નરાધમ યુસુફ શેખે પણ કિશોરી રૂમમાં બોલાવી પરિચય કેળવ્યો હતો. જોકે કિશોરી નરાધમ યુસુફ શેખને અંકલ તરીકે સંબોધિત કરતી હતી. પરંતુ નરાધમે આ સંબંધની લાજ રાખ્યા વિના કિશોરી પર વારંવાર રેપ ગુજાર્યો હતો.

એક દિવસ અચાનક કિશોરીને પેટમાં દુખાવો થતાં પરિવાર તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો,જ્યાં તેને અઢી મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ડોકટરે પોલીસને જાણ કરી હતી. પરિવારે કિશોરીને પૂછતાં બંને નરાધમનો ભાંડો ફુટી ગયો હતો. બંને નરાધમ મજૂરી કરે છે. પુણા પોલીસે અજય અચ્છેલાલ સોની અને યુસુફ અહેમદ શેખ(બન્ને રહે,પુણાગામ,મૂળ રહે,યુપી)ની સામે બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી નરાધમ યુસુફની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :  ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ મામલે AMCને આપ્યો આ આદેશ,જાણો

આ પણ વાંચો :રાજયમાં  કોરોના કેસ ઘટતા 6 મહાનગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, લગ્ન પ્રસંગો માટે નોંધણી કરાવવાની રહેશે નહીં

આ પણ વાંચો :વટવા ગામમાં હિંસક જૂથ અથડામણમાં 15 ઘાયલ, ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર જિલ્લામાં 4116 બાળકો શિક્ષણથી વંચિત : સર્વેમાં ચોંકાવનારી હકીકતો આવી સામે

આ પણ વાંચો :રાજ્યમાં વધુ એકવાર થયું પેપરલીક, ધો. 10 અને 12ની પ્રિલિમિ પરીક્ષાનું યુટ્યુબ પર થયું લીક