Man Ki Baat/ PM મોદીએ રાજકોટના ચિત્રકાર વિશે મન કી બાતમાં શું કહ્યું જાણો….

રાજકોટ રંગીલું અને મોજીલું શહેર છે.અહીંના કલાકારોની કલા વિશ્વ ફલક પર ચમકી રહી છે ત્યારે વાત કરીએ સુપ્રસિદ્ધ ચિત્રકાર સ્વર્ગીય પ્રભાતસિંહ બારહટની. પ્રભાતસિંહ કાઠિયાવાડી અશ્વો અને ઐતિહાસિક પાત્રોના ચિત્રો સર્જનાર અભ્યાસી ચિત્રકાર હતા.

Gujarat Rajkot
Untitled 91 PM મોદીએ રાજકોટના ચિત્રકાર વિશે મન કી બાતમાં શું કહ્યું જાણો....

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મનની વાત કાર્યક્રમ માં રાજકોટના ચિત્રકાર નો ઉલ્લેખ કર્યો હતો.રાજકોટના ચિત્રકારે શિવાજી મહારાજના જીવન પ્રસંગ પર એક પેઇન્ટિંગ તૈયાર કર્યું અને એ પેન્ટિંગ તૈયાર કરતા તેમને લાગ્યો 15 વર્ષનો સમય.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે મન કી બાત કાર્યક્રમમાં આ ચિત્રકારના હુન્નરને બિરદાવ્યા છે.ત્યારે આજે આ પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારના સભ્યોની પ્રતિક્રિયા પણ જાણી હતી.

રાજકોટ રંગીલું અને મોજીલું શહેર છે.અહીંના કલાકારોની કલા વિશ્વ ફલક પર ચમકી રહી છે ત્યારે વાત કરીએ સુપ્રસિદ્ધ ચિત્રકાર સ્વર્ગીય પ્રભાતસિંહ બારહટની. પ્રભાતસિંહ કાઠિયાવાડી અશ્વો અને ઐતિહાસિક પાત્રોના ચિત્રો સર્જનાર અભ્યાસી ચિત્રકાર હતા.તેમના પોતાની કલાકારી દ્વારા અનેકવિધ ચિત્રો તૈયાર કર્યા છે પરંતુ આપણે વાત કરીશું એક એવા ચિત્રની કે જેના વખાણ કરતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાને રોકી ન શક્યા અને ભરપેર વખાણ કરી પ્રભાતસિંહની કલાને બિરદાવી. પ્રભાતસિંહ બારહટે .પેન્ટિંગ નુ નામ આપવામાં આવ્યું છે “શિવાજીની સવારી”.આ પેન્ટિંગ બનાવતા પ્રભાતસિંહને લાગ્યો છે 15 વર્ષનો સમય !! વર્ષ 2018માં પ્રભાતસિંહ બારહટનું દેહાવરસાન થયું અને તેમનું પેઇન્ટિંગ પૂર્ણ કરવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું.પ્રભાતસિંહ ની કલાને જ્યારે પ્રધાનમંત્રીએ વખાણી છે.

ત્યારે શિવાજી મહારાજે હિન્દૂ સામ્રાજ્યની સ્થાપના કરી અને પોતાની માતા જીજા બાઈના ચરણ સ્પર્શ કરવા સૈનિકો સાથે તે પોહચે છે તે સમગ્ર ઘટનાક્રમની આબેહૂબ પ્રતિકૃતિ કરાવતું આ પેન્ટિંગ 100 મીટર સુધી તૈયાર થયુ છે .સ્વર્ગીય પ્રભાતસિંહ બારહટ ના ભાઈ ભગીરથસિંહએ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કુલ 888 મીટરની આ પેઇન્ટિંગની લંબાઈ છે અને 20 મીટર સુધી ડ્રોઈંગ કરેલ છે.કેન્દ્ર સરકારના સહયોગ દ્વારા પોતાના મોટા ભાઈ નું સ્વપ્ન સાકાર થાય તેવી તેમની પ્રબળ ઈચ્છા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે તેમના મોટાભાઈ પ્રભાતસિંહ જ્યારે આ ચિત્ર બનાવતા હતા ત્યારે તેમને કોઈ પૂછ્યું હતું કે આટલી બધી મહેનત કરો છો તેમનો અર્થ શું છે ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે સંસદમાં 350 થી વધુ સીટો હશે ત્યારે આ ચિત્રની કદર થશે. પ્રભાતસિંહ ના પત્નીને પણ સાથેની વાતચીતમાં ભાવુક અવાજે જણાવ્યું હતું કે આજે તેમના પતિ ના આત્માને સાચી શાંતિ શાંતિ મળશે આજે તે જ્યાં પણ હશે ત્યાં તેમના આત્મા ખૂબ રાજી થતો હશે.. આજે પ્રભાતસિંહ સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થયું છે.

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો