Budget/ પ્રવાસન ક્ષેત્ર માટે 488 કરોડ, તો યાત્રાધામ માટે 154 કરોડની જોગવાઈ

પ્રવાસન ક્ષેત્ર માટે 488 કરોડ, તો યાત્રાધામ માટે 154 કરોડની જોગવાઈ

Top Stories Gujarat Budget 2022 Trending Business
corona 1 પ્રવાસન ક્ષેત્ર માટે 488 કરોડ, તો યાત્રાધામ માટે 154 કરોડની જોગવાઈ

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં પેપર લેસ સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. હવે ત્રીજી માર્ચ એટલે કે આજે બુધવારે ગુજરાત રાજ્યના નાણાંમંત્રી અને નાયબ સીએમ નીતિન પટેલ આજે વિધાનસભામાં બજેટ રજૂ  કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બજેટની વિગતો ગુજરાતના અને દેશના દરેક નાગરિકને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકારે એક એપ (Budget App) પણ લોન્ચ કરી છે. એપની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે. આ બજેટમાં પ્રવાસન અને યાત્રાધામ વિકાસ ઉપર પણ ભાર મુકવામાં આવ્યો છે. પ્રવાસન ક્ષેત્ર માટે 488 કરોડ, તો યાત્રાધામ માટે 154 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આવો જોઈએ આ રકમ કઈ કઈ જગ્યાના વિકાસમાં વાપરવામાં આવશે…

અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ વિકસાવાશે

વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે, સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડ અને કમલમ્ ફ્રૂટ માટે 15 કરોડની જોગવાઈ

પ્રવાસીઓને સુવિધા આપવા માટે 315 કરોડ જોગવાઈ

વડનગરને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવશે

હેરીટેજ સ્ટ્રક્ચર, પુરાતત્વીય સ્થળનો વિકાસ કરાશે

તળાવ, મંદિર માટે માસ્ટર પ્લાન બનાવાશે

ટંકારામાં પ્રવાસન સુવિધાઓ વિકાસાવાશે

પોરબંદરના કીર્તિ મંદિર સહિતનાં સ્થળને વિકસાવાશે

ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળનો વિકાસ કરાશે

બેટ દ્વારકા, મોઢેરા, સાપુતારામાં સુવિધાઓ વધારવામાં આવશે

અમદાવાદ, સોમનાથ, અંબાજીમાં હેલીપોર્ટ વિકસાવાશે

સાપુતારા, ગીર, દ્વારકામાં પણ હેલીપોર્ટ બનાવાશે

કાયમી ધોરણે હેલીપોર્ટ વિકસાવવા 2 કરોડની જોગવાઈ

યાત્રાધામો પર પ્રાથમિક સુવિધાઓનો વિકાસ કરાશે

પાવાગઢ સર્વગ્રાહી વિકાસ માટે રૂ.31 કરોડનો પ્રોજેક્ટ

નારાયણ સરોવર માટે રૂ.30 કરોડનાં પ્રોજેક્ટ

માતાના મઢના વિકાસ માટે રૂ.25 કરોડનાં પ્રોજેક્ટ

બહુચરાજીના વિકાસ માટે રૂ.10 કરોડની જોગવાઈ

કંથારપુર વડના વિકાસ માટે રૂ.10 કરોડની જોગવાઈ

કેવડિયાની આસપાસનાં 50 કિ.મીમાં કમલમ્ ફ્રૂટનાં બે લાખ વાવેતર માટે 15 કરોડની જોગવાઈ

વેલ શાર્ક ટ્યુરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના ઉભી કરવાની તૈયારી

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ. 652 કરોડની જોગવાઈ કરાઈ