Not Set/ અમદાવાદમાં ટુંક સમયમાં કર્ફ્યુંની કડક અમલવારી શરુ, માત્ર 8 દિવસમાં નોધાયા 1 લાખ નવા કેસ

અમદાવાદ માં ટુંક સમયમાં કરફ્યુનો કડક અમલ કરાવવા તૈયારી ઓ શરૂ થઈ ચૂકી છે જેના ભાગરૂપે અત્યારે અમદાવાદમાં એસઆરપીના જવાનોનો કાફલો ઉતારવામાં આવી રહ્યો છે. સાથે સાથે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કલર કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
corona spread 3 અમદાવાદમાં ટુંક સમયમાં કર્ફ્યુંની કડક અમલવારી શરુ, માત્ર 8 દિવસમાં નોધાયા 1 લાખ નવા કેસ

અમદાવાદ માં ટુંક સમયમાં કરફ્યુનો કડક અમલ કરાવવા તૈયારી ઓ શરૂ થઈ ચૂકી છે જેના ભાગરૂપે અત્યારે અમદાવાદમાં એસઆરપીના જવાનોનો કાફલો ઉતારવામાં આવી રહ્યો છે. સાથે સાથે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કલર કોડ પણ જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા કલર કોડ અનુસાર મેડીકલ પેરામેડિકલ સ્ટાફ ઓક્સિજન દવા લઈ જતા વાહનો માટે પીળા કલરનું સ્ટીકર ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે ખાદ્ય સામગ્રી શાકભાજી દૂધના વાહનો માટે ગ્રીન કલરનું સ્ટીકર ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે એમસી કર્મચારીઓ ટોરેન્ટ પાવર અને મીડિયાના વાહનો માટે પીળા કલરના સ્ટીકર ફરજિયાત કરવામાં આવ્યા છે. દરેક લાગતા વળગતા ઓને પોલીસ વિભાગ પાસેથી જેથી કરવી ફરજીયાત મેળવી પોતાના વાહન ઉપર લગાવવાના રહેશે. સાથે સાથે કર્ફ્યું સમય દરમિયાન કોઈપણ કારણ વગર બહાર ફરવા વાળા લોકો માટે કડક સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

કોરોનાવાયરસનો હાહાકાર 

કોરોનાવાયરસ ની બીજી લહેરે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. હાલમાં હર ઘર કોરોના ઘર ઘર કોરોના જેવી હાલત જોવા મળી રહી છે. લોકો ટેસ્ટિંગ હોસ્પિટલમાં બેડ દવા અને ઇન્જેક્શન અને ઓક્સિજન માટે વલખા મારી રહ્યા છે. રાજ્યમાં કોરોના નો આંક પાંચ લાખને વટાવી ચૂક્યો છે. તેમાં પણ મહાનગરોની હાલત અત્યંત દયનિય સાબિત થઇ રહી છે.

Corona Related

રાજ્યમાં 19 માર્ચ 2020 ના રોજ કોરોના નો પ્રથમ કેસ સામે આવ્યો હતો અને ત્યારથી આજ સુધી લગાતાર કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 19 માર્ચ 2020 ના રોજ કોરોના નો પ્રથમ કેસ આવ્યા બાદ 168 દિવસ એટલે કે 3 સપ્ટેમ્બર 2020 ના રોજ 100000 થયા હતા.

જ્યારે બીજા એક લાખ કેસ નોંધાતા 51 દિવસનો સમય લાગ્યો હતો અને 25 નવેમ્બર ના રોજ બે લાખ નોંધાયા હતા. એટલે કે ત્રણ ગણી ઝડપે કોરોના કેસ નોંધાયા હતા. અને ત્યારબાદ કોરોના ની ઝડપ થોડી ઓછી થઈ હતી અને ત્યારબાદ ૨૫ નવેમ્બરથી 28 માર્ચ દરમિયાન એટલે કે 96 દિવસમાં દિવસમાં બીજા 100000 કેસ સામે આવ્યા હતા.

Some People Beat Corona With Positive Thinking - सकारात्मक सोच बनी दवा :  जुदा शहर-जुदा लोग बने उम्मीद और सेवा के संकल्प का साझा चेहरा - Amar Ujala  Hindi News Live

બીજી ઘાતકી લહેર માત્ર ૮ દિવસમાં ૧ લાખ કેસ 

ત્યારબાદ શરૂ થઈ કોરોના ની બીજી ઘાતકી લહેર અને તેણે ગુજરાતમાં નોંધાયેલા તમામ કોરોના કેસના રેકોર્ડ તોડી નાખ્યા હતા. અને માત્ર 29 માર્ચ થી 18 એપ્રિલ એટલે કે 21 દિવસમાં જ 100000 કેસ નોંધાઈ ચૂક્યા હતા અને ગુજરાતમાં કોરોના કેસનો આંકડો ચાર લાખને પાર કરી ચુક્યો હતો અને ત્યારબાદ કોરોના એ પાછું વળીને જોયું નથી.

Coming in from the Cold: An interview with three corona experts on  SARS-CoV-2 and pneumonia - On Health

રાજ્યમાં હાલ મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિ આવીને ઊભી છે અને 19 એપ્રિલ થી 26 એપ્રિલ સુધીમાં એટલે કે માત્ર 8 દિવસમાં એક લાખ કેસ નોંધાતા ગુજરાતમાં કોરોના નો આંકડો પાંચ લાખને પાર પહોંચી ગયો છે. અને જો અજ ગતિએ કોરોના વિકસતો રહેશે તો ગુજરાતમાં મેડીકલ કટોકટી સર્જી શકે છે. અને કોરોના મલ્ટીપ્લીકેશનનો સમય ઘટી શકે છે. જે ગુજરાત અને ગુજરાતીઓ બંને માટે દુઃખદાયક અને કરુણ સાબિત થઇ શકે છે.