વિવાદ/ પાટણ ઉ.ગુ. યુનિવર્સિટીમાં B.COM સેમ-1નાં પરિણામની તપાસમાં એજન્સીએ એવી ભૂલ કરી કે બગડી શકે વિદ્યાર્થીના ભવિષ્ય

અંદાજીત ત્રણ દિવસમાં છાત્રોના ફરી પરિણામ જાહેર કરવામાં આવશે તેવું પરીક્ષા નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others
પાટણ

પાટણમાં આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત તા. 4 જુલાઈના રોજ જાહેર કરેલ બી.કોમ સેમ 1 ની ઓનલાઈન પરીક્ષાના પરિણામમાં ટેકનિકલ ભુલના કારણે 55 ટકા છાત્રો નાપાસ થયા હોવાનું એજન્સી દ્વારા કરાયેલી ફરી ચકાસણીમાં બહાર આવવા પામ્યું છે. જોકે છાત્રોની કોઈ ભૂલ ના હોય એજન્સી દ્વારા કરાયેલી ચકાસણીમાં ભૂલ હોય ફરીથી ચકાસણી કરી છાત્રોના પરિણામ જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અને અંદાજીત ત્રણ દિવસમાં છાત્રોના ફરી પરિણામ જાહેર કરવામાં આવશે તેવું પરીક્ષા નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની B.COM સેમ 1ની ઉતર ગુજરાત સંલગ્ન કોલેજોમાંથી અંદાજે 5 હજાર જેટલા છાત્રોએ MCQ પદ્ધતિથી ઓનલાઇન પરીક્ષા આપી હતી.જેનું પરિણામ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરાતા 44 ટકા જ પરિણામ આવ્યુ હતું. 55 ટકા એટલે કે 2750 જેટલા છાત્રો નાપાસ હતા.જેમાં મોટાં ભાગે છાત્રો કોમન HRM (હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ) વિષયમાં જ નાપાસ થયા છે. જેથી ચકાસણીમાં ભૂલ હોવાની કોલેજોના સંચાલકો અને છાત્રોની પરિણામમાં ટેકનિકલ ખામીઓ હોવાની રજૂઆત આધારે પરીક્ષા વિભાગ દ્વારા વેબસાઈટ ઉપરથી પરિણામ હટાવી પરીક્ષાની એજન્સીને ફરી ચકાસણી કરી રિઝલ્ટ આપવા સૂચના આપી છે. એજન્સી દ્વારા તમામ છાત્રોના પરિણામની ચકાસણી કરાતા તેમાં ભૂલ હોવાનું સામે આવ્યું હતું. તે પરિણામ હવે માન્ય રહેશે નહીં અને દ્વારા ફરી ચકાસણી પૂર્ણ થતા સુધારા સાથે નવું પરિણામ જાહેર કરાનાર છે. તેવું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ.

આગામી 3 દિવસમાં છાત્રોનું પરિણામ સુધારા સાથે જાહેર થશે

આ અંગે પરીક્ષા નિયામક મિતુલભાઈ દેલીયા જણાવ્યું હતું કે પરિણામમાં ટેકનિકલ ભૂલ હોવાની અમને જાણ કરાઈ છે. જેથી ફરી ચકાસણી કરીને સુધારા વધારા સાથે ફરીથી નવીન પરિણામ આગામી ત્રણ દિવસની અંદર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓના પરિણામો સુધરશે જે વિદ્યાર્થીઓએ સાચું લખ્યું છે તેના ગુણ મળશે. જે પાસ હશે એ પાસ જ થશે. જેથી વિદ્યાર્થીઓ ચિંતા કરવી નહીં ખૂબ ઝડપથી પરિણામ જાહેર કરવામાં આવનાર છે.

આ પણ વાંચો : પાટીલે એવો કયો નિર્ણય કર્યો કે જેનાથી લાકડી પણ ના તૂટી અને સાપ પણ મારી ગયો એ કહેવત સાચી ઠરી, જાણો