ahmedabad accident/ અમદાવાદમાં એએમસીનું ડમ્પર ફરીથી બન્યુ યમદૂતઃ ફૂટપાથ પર સૂતી મહિલાને કચડી

અમદાવાદમાં એએમસીનું ડમ્પર ફરીથી યમદૂત બન્યું છે. ડમ્પર વહેલી સવારના રોજ ફૂટપાથ પર સૂતા દંપતી પર ફરી વળ્યું હતું. તેમા શ્રમજીવી મહિલાનું મોત થયું છે અને તેના પતિનો પગ કપાઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદઃ અમદાવાદમાં એએમસીનું ડમ્પર ફરીથી યમદૂત બન્યું છે. ડમ્પર વહેલી સવારના રોજ ફૂટપાથ પર સૂતા દંપતી પર ફરી વળ્યું હતું. તેમા શ્રમજીવી મહિલાનું મોત થયું છે અને તેના પતિનો પગ કપાઈ જતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અમદાવાદના વાસણા વિસ્તારમાં જી.બી.શાહ કોલેજ પરની ફૂટપાથ પર સૂતા શ્રમજીવી દંપતીને કલ્પના પણ નહીં હોય કે સોમવારની સવાર તેમના માટે અંતિમ બનીને આવશે. એએમસીના બેફામ દોડતા ડમ્પરે રીતસર પીધેલાની જેમ વાહન ચલાવતા હોય તે રીતે વાહન ચલાવીને શ્રમજીવી દંપતી પર ડમ્પર ચઢાવી દીધું હતું. તેના લીધે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનારો ડ્રાઇવર લોકોના મારથી બચવા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. નજરે જોનારાઓનું કહેવુ છે કે ડમ્પરના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો તેના પગલે આ અકસ્માત સર્જાયો હતો.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ