Cricket/ તાલિબાનનાં મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયા લઇ શકે છે મોટો નિર્ણય

ઓસ્ટ્રેલિયાનાં એસબીએસ ટીવીએ તાલિબાનનાં પ્રવક્તાને ટાંકીને કહ્યું છે કે, તેઓએ મહિલા રમતો, ખાસ કરીને મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો છે.

Sports
11 23 તાલિબાનનાં મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયા લઇ શકે છે મોટો નિર્ણય

અફઘાનિસ્તાન પર તાલિબાનનાં કબ્જા બાદ હવે તેમણે સરકાર પણ બનાવી દીધી છે, જે બાદથી તેઓ હવે જે નિર્ણય લઇ રહ્યા છે, તેનાથી સમગ્ર દુનિયા ચોંકી ગઇ છે. તાજેતરમાં તાલિબાનનાં કબ્જાની અસર ત્યાના ક્રિકેટ પર જોવા મળી છે. તાલિબાનનાં દેશમાં મહિલાઓને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા  અને અફઘાનિસ્તાનની વચ્ચે નવેમ્બરમાં થવાની એેકમાત્ર ટેસ્ટ મેેચ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનો નિર્ણયમાં ફેરફાર કર્યો છે.

આ પણ વાંચો – Cricket / બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 WorldCup માટે ટીમની કરી જાહેરાત

ઓસ્ટ્રેલિયાનાં એસબીએસ ટીવીએ તાલિબાનનાં પ્રવક્તાને ટાંકીને કહ્યું છે કે, તેઓએ મહિલા રમતો, ખાસ કરીને મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાનનાં સાંસ્કૃતિક આયોગનાં ઉપ પ્રમુખ અહમદુલ્લાહ વાસિકને ટાંકીને કહ્યુ: “ક્રિકેટમાં એવી પરિસ્થિતિઓ છે કે મોઢું અને શરીર ઢાંકી શકાતું નથી.” ઇસ્લામ મહિલાઓને આ રીતે જોવાની પરવાનગી આપતુ નથી. Cricket.com.au નાં અહેવાલ મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, “ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે વૈશ્વિક સ્તરે મહિલા ક્રિકેટનાં વિકાસને વેગ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ક્રિકેટ માટે, અમે માનીએ છીએ કે આ રમત બધા માટે એક છે. અમે મોટા પ્રમાણમાં મહિલાઓ માટે રમતગમતને ટેકો આપીએ છીએ. તાજેતરનાં મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટને ટેકો ન આપવામાં આવે તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પાસે હોબાર્ટમાં ટેસ્ટ મેચ માટે અફઘાનિસ્તાનને યજમાન ન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

આ પણ વાંચો – World Cup / T 20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત,મહેન્દ્ર સિંહ ધોનીને પણ લેવામાં આવ્યો જાણો કેમ

થોડા દિવસો પહેલા તાલિબાન સાંસ્કૃતિક આયોગનાં નાયબ વડા અહમદુલ્લાહ વાસિકે એક નિવેદન આપ્યું હતું કે, ઇસ્લામિક કાયદા મુજબ મહિલાઓને અફઘાનિસ્તાનમાં ક્રિકેટ રમવાની મંજૂરી નથી. તેમણે કહ્યું હતું કે, “મને નથી લાગતું કે મહિલાઓને ક્રિકેટ રમવાની મંજૂરી આપવામાં આવશે કારણ કે તે જરૂરી નથી કે મહિલાઓ ક્રિકેટ રમે. ક્રિકેટમાં તેને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે કે જ્યાં તેમનો ચહેરો અને શરીર ઢંકાય નહીં. વળી, તેમણે એમ પણ કહ્યું કે, તાલિબાન મહિલા ક્રિકેટ અંગેનાં તેમના મંતવ્યોથી વિચલિત નહીં થાય, પછી ભલે તેમને ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટને જોખમમાં મૂકવી પડે.