Viral Video/ માંગમાં સિંદુર અને હાથમાં લીલી બંગડીઓ પહેરેલી દેખાઈ નુસરત જહાં, જુઓ આ વિડીયો

અભિનેત્રી અને ટીએમસી સંસદ નુસરત જહાંએ થોડા સમય પહેલા જ એક બાળકને જન્મ આપ્યો છે. થોડા સમય પહેલા એ પોતાની પ્રેગનન્સીના સમાચારોને લઈને ચર્ચામાં હતી. હોસ્પિટલથી ઘરે પહોચ્યા બાદ નુસરતે સોશિયલ મીડિયામાં પોતાની સુંદર તસવીર શેર કરી હતી.

Ajab Gajab News
nusarat માંગમાં સિંદુર અને હાથમાં લીલી બંગડીઓ પહેરેલી દેખાઈ નુસરત જહાં, જુઓ આ વિડીયો

અભિનેત્રી અને ટીએમસી સંસદ નુસરત જહાંએ થોડા સમય પહેલા જ એક બાળકને જન્મ આપ્યો છે. થોડા સમય પહેલા એ પોતાની પ્રેગનન્સીના સમાચારોને લઈને ચર્ચામાં હતી. હોસ્પિટલથી ઘરે પહોચ્યા બાદ નુસરતે સોશિયલ મીડિયામાં પોતાની સુંદર તસવીર શેર કરી હતી. નુસરતે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે જે ખૂબ જ તીવ્ર ગતિએ વાઈરલ થઇ રહ્યો છે.  આ વિડીયોમાં નુસરત માંગમાં સિંદુર અને હાથમાં લીલી બંગડી પહેરેલી દેખાઈ આવે છે.

નુસરત જહાં રાજસ્થાનમાં ફરવા માટે જઈ રહી છે અને તે વિડીયોમાં પીળા રંગના સ્કર્ટ, વ્હાઈટ ટોપમાં દેખાઈ રહી છે. આ ઉપરાંત તેણે ખૂબ જ મોંઘીદાટ જ્વેલરી અને કાળા ચશ્મા પહેર્યા છે જે તેના લૂકને રસપ્રદ બનાવી રહ્યો છે.  આ વીડિયો ઉપરાંત તેને ટ્રોલર્સનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી નુસરતના આ વિડીયોને 56 હજારથી વધુ વાર જોવામાં આવ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps)

ઉલ્લેખનીય છે કે, નુસરત પોતાના અંગત જીવનને લઈને સમાચારોમાં છવાયેલી જોવા માટે મળી રહી છે. તેણે વર્ષ 2019 માં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ હતી. તેમણે તુર્કીમાં પોતાના લગ્ન કર્યા છે પરંતુ અંગત જીવનમાં મુશ્કેલીઓ વધતા પોતાના વિવાહને નિખિલે ગેરકાનૂની જાહેર કરી દીધા છે. નુસરત હાલ તો પોતાના પતિથી અલગ રહે છે. નુસરતના મા બનવાના સમાચાર સંભાળતાની સાથે જ નિખિલે શુભેચ્છાઓ પાઠવી હતી.