Not Set/ દહેરાદૂનના વિકાસનગરની એક ફેક્ટરીમાં જોવા મળ્યો બે મોઢા વાળો કોબ્રા

કાલસી વન વિભાગની ચૌહાડપુર રેન્જની ટીમે લાંઘા રોડ પર આવેલી ફેક્ટરીમાંથી બે મોઢા વાળો કોબ્રા સાપને પકડ્યો છે. દરેક વ્યક્તિ કોબ્રાની દુર્લભ સ્પિટાકલ્ડ પ્રજાતિ

Ajab Gajab News
બે મોઢા વાળો કોબ્રા

કાલસી વન વિભાગની ચૌહાડપુર રેન્જની ટીમે લાંઘા રોડ પર આવેલી ફેક્ટરીમાંથી બે મોઢા વાળો કોબ્રા સાપને પકડ્યો છે. દરેક વ્યક્તિ કોબ્રાની દુર્લભ સ્પિટાકલ્ડ પ્રજાતિ જોઇને ડરી ગયા હતા. ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચેલા ફોરેસ્ટ ડિવિઝન રેન્જર એ.ડી. સિદ્દીકીએ જણાવ્યું હતું કે તેમણે પોતાની 35 વર્ષની સેવામાં પ્રથમ વખત બે મોઢા વાળો કોબ્રા સાપ જોયો હતો. રેન્જની ટીમે દહેરાદૂનના માલસી ડિયર ઝૂના જંગલમાં આશરે ત્રણ ફૂટનો કોબ્રા સુરક્ષિત છોડી દીધો છે.

આ પણ વાંચો :અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!

a 218 દહેરાદૂનના વિકાસનગરની એક ફેક્ટરીમાં જોવા મળ્યો બે મોઢા વાળો કોબ્રા

ચૌહાડપુર રેન્જર એડી સિદ્દીકીને લાંઘા રોડ પર એક પથ્થર કંપનીના કર્મચારીઓ દ્વારા ફોન પર જાણ કરવામાં આવી હતી કે ત્યાં એક સાપ બહાર આવ્યો છે, જેના બે મોઢા છે. માહિતી મળતા રેન્જર વન વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય કર્યું. સાપ પકડવામાં નિષ્ણાત આદિલ મિર્ઝાએ મહેનત બાદ કોબ્રાને પકડ્યો હતો, પરંતુ જ્યારે તેણે કોબ્રાના બે મોઢા જોયા ત્યારે તેણે રેન્જરને કહ્યું અને આખી ટીમ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ.

આ પણ વાંચો : કૂતરાએ ગરમીથી રાહત મેળવવા માટે જાણો શું કર્યું, જુઓ આ વિડીયો માં

a 219 દહેરાદૂનના વિકાસનગરની એક ફેક્ટરીમાં જોવા મળ્યો બે મોઢા વાળો કોબ્રા

રેન્જરે પકડાયેલા સાપને દુર્લભ સ્પિટાકલ્ડ પ્રજાતિનો કોબ્રા ગણાવ્યો હતો. તેણે કહ્યું કે બે મુખવાળો સાપ પણ છે, પરંતુ તેની પ્રજાતિ અલગ છે, જેનું એક મોં આગળ અને એક મોં પૂંછડી પાસે છે, પરંતુ કોબ્રામાં બે મોં આગળ છે. તેણે આ પહેલી વાર જોયું છે. આ કોબ્રાની લુપ્ત થતી પ્રજાતિ છે.

આ પણ વાંચો : દુનિયામાં અદ્ભુત લોકો છે, કોઈનું નાક અને કોઈની ઊંચાઈ આશ્ચર્યજનક,કે તમે જોતા જ રહી જશો

આ પણ વાંચો :ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

આ પણ વાંચો : આઝાદીના પર્વ પહેલા ગ્વાલિયરમાં ઘટી મોટી દુર્ઘટના, તિરંગો લગાવતી વખતે ક્રેન તૂટતા 3 ના મોત