Not Set/ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું યુદ્વ એ સમાધાન નથી, દેશની સુરક્ષા પ્રાથમિકતા છે

દેશમાં તાલિબાન આતંકવાદી દ્વારા સર્જાતા રમખાણો પર સરકાર નજર રાખી રહી છે

World
asharaf gani અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું યુદ્વ એ સમાધાન નથી, દેશની સુરક્ષા પ્રાથમિકતા છે

તાલિબાને અફઘાનિસ્તાનના મુખ્ય શહેરો પર કબજો કરવાનું ચાલુ રાખ્યું છે. પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ રહી છે. અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે  સંઘર્ષ વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે યુદ્ધ  ઉકેલ નથી અફઘાનિસ્તાન પર તાલિબાનનું વર્ચસ્વ વધી રહ્યું છે. તાલિબાનોએ ઘણા શહેરો કબજે કર્યા છે. અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચેના લોહિયાળ સંઘર્ષ વચ્ચે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પ્રથમ વખત  વાત કરી હતી.

રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે અફઘાન સુરક્ષા અને સંરક્ષણ દળોનું આયોજન વર્તમાન યુગમાં સરકારની પ્રાથમિકતા છે. દેશમાં તાલિબાન આતંકવાદી દ્વારા સર્જાતા રમખાણો પર સરકાર નજર રાખી રહી છે. દેશમાં અસ્થિરતા, હિંસા, સ્થળાંતર અટકાવવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ સ્થિતિમાં યુદ્ધની મંજૂરી આપી શકાય નહીં.

તાલિબાનોએ અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો પર કબજો કરી લીધો છે , હવે દેશની રાજધાની કાબુલથી 50 કિલોમીટર દૂર છે તાલિબોને અને  ટૂંક સમયમાં પણ તે કબજો કરી લેશ, અફઘાનિસ્તાના લોકો દહેશતમાં આવી ગયા છે કટ્ટરપંથીઓનમા હાથમાં દેશની કમાન જઇ રહી છે ત્યારે અફઘાનિસ્તાનના રાષ્ટરપતિ અશરફ ગનીએ કહ્યું છે કે યુદ્વ આ પરિસ્થિતિનું ઉકેલ નથી.