Not Set/ પૂર્વ આઇપીએસ અમિતાભ ઠાકુરે યુપીના સીએમ યોગી સામે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત

ઉત્તરપ્રદેશ કેડરના આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુરને સમય પહે્લા સે્વાથી નિવૃત કરી દેવામાં આવ્યા હતા. 

Top Stories
amitabh પૂર્વ આઇપીએસ અમિતાભ ઠાકુરે યુપીના સીએમ યોગી સામે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત

ભારતીય પોલીસ સેવાના પૂર્વ અધિકારી અમિતાભ ઠાકુરે શનિવારે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં યોજાનાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે ઉમેદવારી નોંધાવશે,ઉત્તરપ્રદેશ કેડરના આઇપીએસ અધિકારી અમિતાભ ઠાકુરને સમય પહે્લા સે્વાથી નિવૃત કરી દેવામાં આવ્યા હતા.

ઠાકુરે શનિવારે જારી કરેલા નિવેદનમાં કહ્યું કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે લડશે. તેમણે કહ્યું, “આદિત્યનાથે તેમના કાર્યકાળમાં તમામ લોકતાંત્રિક, અરાજક, દમનકારી, અને વિભાજનકારી કાર્યો કર્યા છે, તેઓ મુખ્યમંત્રી  સામે લડશે, પછી ભલે આદિત્યનાથ ગમે તે બેઠક પરથી લડે.

ઠાકુરે કહ્યું કે તે તેમના માટે સિદ્ધાંતોની લડાઈ છે, જેમાં તેઓ ખોટા કામ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરશે. ગૃહ મંત્રાલયના નિર્ણયને અનુલક્ષીને તેમને 23 માર્ચે ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશમાં જણાવાયું છે કે ઠાકુર “તેમની સેવાની બાકીની મુદત માટે જાળવી રાખવા યોગ્ય નથી, તેમની સેવા પૂરી થાય તે પહેલા તાત્કાલિક અસરથી અકાળે નિવૃત્તિ આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે ,જેના લીધે અત્યારે રાજકીય સમીકરણો ચાલી રહ્યા છે. હાલ યુપીમાં રાજકીય ગણિત બેસાડવામાં આવી રહ્યા છે ત્યારે પૂર્વ આઇપીએસે યુપીના સીએમ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરતાં રાજકારણ ગરમાયું છે.