OMG!/ WWE નો આ જાણીતો રેસલર બની ગયો હવે ટ્રાન્સજેન્ડર

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE) નાં ભારત સહિત વિશ્વભરમાં લાખો ચાહકો છે

Ajab Gajab News
PICTURE 4 98 WWE નો આ જાણીતો રેસલર બની ગયો હવે ટ્રાન્સજેન્ડર

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE) નાં ભારત સહિત વિશ્વભરમાં લાખો ચાહકો છે, તમે ટીવી અથવા સોશિયલ મીડિયા પર કોઈ સમયે WWE રેસલર્સને રિંગમાં લડતા જોયા હશે. આ રેસલર્સ ઘણીવાર પોતાની હરકતોને કારણે ચર્ચાનો વિષય બનતા હોય છે.

PICTURE 4 99 WWE નો આ જાણીતો રેસલર બની ગયો હવે ટ્રાન્સજેન્ડર

છેલ્લા ઘણા સમયથી વિશાળ બોડી ધરાવતો પૂર્વ રેસલર ટાઇલર રેક્સ ચર્ચામાં આવી ગયો છે. તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાને ટ્રાન્સજેન્ડર હોવાનું જાહેર કર્યું છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર ટાઇલર રેક્સનાં આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. 2009 થી 2014 સુધીનાં તેની ખતરનાક ફાઇટ્સથી પ્રેક્ષકોનું મનોરંજન કરનાર ટાઇલર રેક્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, હવે તે ગૈબી ટુફ્ટ તરીકે ઓળખાશે. તેણે આ જાહેરાત પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કરી હતી. ટાઈલર રેક્સે એક લાંબી પોસ્ટમાં લખ્યું, WWE સ્ટારથી લઈને ફાઇટર, બોડી બિલ્ડર, ફિટનેસ ગુરુ, મોટરસાયકલ રેસર અને પ્રેરણાત્મક વક્તા બાદ, તેણે હવે એક સ્ત્રી તરીકેની નવી સફર શરૂ કરી છે.

PICTURE 4 100 WWE નો આ જાણીતો રેસલર બની ગયો હવે ટ્રાન્સજેન્ડર

ટાઈલર રેક્સે જણાવ્યું કે, WWE રેસલર્સથી લઇને એક મહિલા બનવાની તેની યાત્રામાં તેણે ઘણી લડાઇઓનો સામનો કરવો પડ્યો છે. જો કે, રિંગ જેવી આ આંતરિક લડાઇઓ જીત્યા પછી, ટાઇલર હવે ખુશીથી એક મહિલા તરીકે પોતાનું જીવન વિતાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાઈલર કુટુંબ સાથે વધુ સમય પસાર કરવા માટે 2014 માં રેસલિંગની દુનિયામાંથી નિવૃત્ત થયો હતો. ગેબ્બીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘મારી અંદર બાળપણથી જ સ્ત્રીનું વ્યક્તિત્વ હતું પરંતુ તે વિશે કોઈની સાથે વાત નહોતી કરી.’ ગેબ્બીનાં જણાવ્યા અનુસાર, ટ્રાંસજેન્ડર બનવાના આ નિર્ણયમાં તેમને પત્ની પ્રિસ્ચીલાનો તેમને ટેકો મળ્યો હતો. ટાઈલર રેક્સ ઉર્ફે ગેબીએ વર્ષ 2020 માં લગ્ન કર્યા હતા. તેને 9 વર્ષની એક છોકરી પણ છે. ગેબ્બીએ કહ્યું કે, તે હાલમાં તેની પત્ની સાથે બેડ પર એક્ટિવ નથી, જો કે હાલમાં તે બન્ને તેમના સંબંધથી ખુશ છે.

OMG! / આંખ પર પટ્ટી બાંધીને આ છોકરી કરે છે એવું અજીબ કામ કે તમે વીડિયો જોઇને આશ્ચર્ય થઇ જશો

Valentine’s day / ભાડું લઈને બોયફ્રેન્ડ બનવા તૈયાર છે આ વ્યક્તિ, 45 છોકરીઓને આપી ચુક્યો છે ખુશી

OMG! / સ્નોબોર્ડિંગ કરતા સમયે શખ્સ પર તૂટી પડ્યો બરફનો પહાડ, વીડિયો જોઇને રુવાંટા ઉભા થઇ જશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ