OMG!/ આ ડુક્કર દ્વારા બનાવવામાં આવતી પેઇન્ટિંગ વેચાય છે લાખોમાં

શું તમે ક્યારે કોઇ પ્રાણી દ્વારા બનાવવામાં આવતી પેઇન્ટિંગ વિશે સાભળ્યુ છે? જી હા, અહી અમે તમને એક પ્રાણી વિશે જણાવી રહ્યા છીએ કે જે પેઇન્ટિંગ કરે છે.

Ajab Gajab News
ડુક્કર પેઇન્ટિંગ

તમે દુનિયામાં ઘણા દિગ્ગજ પેઇન્ટર્સનાં પેઇન્ટિંગ વિશે સાંભળ્યુ હશે અથવા તે જોયુ પણ હશે, પરંતુ શું તમે ક્યારે કોઇ પ્રાણી દ્વારા બનાવવામાં આવતી પેઇન્ટિંગ વિશે સાભળ્યુ છે? જી હા, અહી અમે તમને એક પ્રાણી વિશે જણાવી રહ્યા છીએ કે જે પેઇન્ટિંગ કરે છે. તેટલુ જ નહી આ પેઇન્ટિંગ લેવા માટે લોકો પડાપડી કરતા હોય છે.

આ પણ વાંચો – Interesting / મોડલે ડોલ જેવો લૂક મેળવવા ખર્ચ્યા 11 લાખ રૂપિયા, પણ હવે થઇ રહ્યો છે પસ્તાવો, જાણો કેમ

તમે આજ સુધી દુનિયામાં અનેક પ્રકારનાં પેઈન્ટિંગ્સ જોયા હશે અને તેની કિંમત કરોડોમાં હશે. પરંતુ આજે અમે તમને જે પેઇન્ટિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણ્યા પછી તમારા હોશ ઉડી જશે. હા, અમે જે પેઇન્ટિંગની વાત કરી રહ્યા છીએ તે એક ડુક્કર એ બનાવ્યું છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પેઇન્ટિંગ કરતુ જોવા મળતુ આ ડુક્કર કોઈ સામાન્ય પેઈન્ટર નથી, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેના દ્વારા બનાવેલા પેઇન્ટિંગ્સ લાખોમાં વેચાય છે. હા, હાલમાં જ આ ડુક્કરે એક પેઇન્ટિંગ બનાવી છે, જેની રેકોર્ડ બ્રેકિંગ બોલી લગાવવામાં આવી છે. પિગકાસો નામનું આ ડુક્કર પેઇન્ટિંગની દુનિયામાં ઘણું પ્રખ્યાત થયુ છે. એક પ્રસિદ્ધ વેબસાઈટનાં રિપોર્ટ અનુસાર, દક્ષિણ આફ્રિકાનાં ફ્રેચોક વેલીની રહેવાસી જોઆને લેફસનને 2016માં કેપટાઉનનાં એક કતલખાનામાં આ ડુક્કરને કતલ થતા બચાવ્યુ હતુ. વળી, તેણી તેને તેની સાથે લઇને આવી ગઇ હતી અને તેને એક ફાર્મમાં રાખી અને તેને ઉછેરવાનું શરૂ કર્યું. હવે આજનાં સમયમાં આ ડુક્કર લોકોમાં ‘પિગકાસો’ તરીકે ઓળખાય છે અને આ ડુક્કર અદ્ભુત પેઇન્ટિંગ કરે છે. આ ડુક્કરનાં બનાવેલા પેઇન્ટિંગ લાખોમાં વેચાય છે. જોઆન આ વિશે કહે છે કે એકવાર તેણીએ આકસ્મિક રીતે પિગકાસોનાં ઘેરામાં કેટલાક પેઇન્ટ બ્રશ છોડી દીધા હતા.

અહી જુઓ વીડિયો…

આ પણ વાંચો – OMG! / સલમાન ખાન બાદ હવે આ પોપ સિંગરને પણ સાપે માર્યો ડંખ, જુઓ Video

આવી સ્થિતિમાં, તેણે જોયું કે ડુક્કર તે બ્રશ સાથે ખૂબ રમી રહ્યું હતું. આ પછી જોઆનોએ વિચાર્યું કે તે આ પાલતુ ડુક્કરનો શોખ પૂરો કરશે. આપને જણાવી દઈએ કે, આ 5 વર્ષમાં પિગકાસોએ 400 થી વધુ પેઇન્ટિંગ્સ બનાવી છે. તેનું વજન લગભગ 680 કિલો છે. સૌથી નવાઈની વાત એ છે કે લોકોને આ ડુક્કરની બનેલી પેઇન્ટિંગ્સ એટલી પસંદ છે કે તેઓ તેની કિંમત ચૂકવવા પણ તૈયાર છે. જોઆન કહે છે કે, પિગકાસોનાં પેઇન્ટિંગમાંથી જે પૈસા આવે છે તેનો ઉપયોગ ખેતરમાં અન્ય પ્રાણીઓને ઉછેરવામાં થાય છે.