Research/ વૈજ્ઞાનિકોએ વધાર્યું ટેન્શન, અન્ય પ્રજાતિઓની જેમ માનવ જાતિ પણ લુપ્ત થશે

અનેક પશુ-પક્ષીઓ લુપ્ત થયા બાદ હવે માનવીઓના લુપ્ત થવાનો મુદ્દો પણ વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

World Ajab Gajab News Trending
Mantavyanews 2023 09 27T151008.224 વૈજ્ઞાનિકોએ વધાર્યું ટેન્શન, અન્ય પ્રજાતિઓની જેમ માનવ જાતિ પણ લુપ્ત થશે

અનેક પશુ-પક્ષીઓ લુપ્ત થયા બાદ હવે માનવીઓના લુપ્ત થવાનો મુદ્દો પણ વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વૈજ્ઞાનિકોએ માનવીના લુપ્ત થવાની આગાહી કરી છે. પોતાની ભવિષ્યવાણીમાં તેમણે તેના કારણ અને વર્ષ વિશે પણ માહિતી આપી છે. ઈંગ્લેન્ડની બ્રિસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના રિસર્ચમાં આ દાવો કર્યો છે.

સંશોધકોનું કહેવું છે કે આગામી 250 મિલિયન વર્ષોમાં મનુષ્ય અને અન્ય તમામ સસ્તન પ્રાણીઓ લુપ્ત થઈ જશે. ક્લાઈમેટ ચેન્જની અસરને સમજીને વૈજ્ઞાનિકોએ તેના આધારે એક મોડલ તૈયાર કર્યું છે, જેની મદદથી એ જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી પર મનુષ્ય અને અન્ય સસ્તન પ્રાણીઓ કેટલો સમય ટકી રહેશે.

લુપ્ત થવાનું કારણ

સંશોધક એલેક્ઝાન્ડર ફાર્ન્સવર્થના જણાવ્યા અનુસાર, પૃથ્વી પરના મનુષ્યો અને અન્ય સસ્તન પ્રાણીઓને 40થી 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરવો પડશે. જો આપણે ભવિષ્ય તરફ નજર કરીએ, તો તે અંધકારમય દેખાય છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વર્તમાન સ્તર કરતાં બમણું થઈ શકે છે. માનવી અને અન્ય પ્રજાતિઓ ગરમી સામે લડવા અને શરીરને ઠંડુ કરવામાં અસમર્થ બની જશે.

ખાસ વાત એ છે કે, આ રિસર્ચમાં વાતાવરણમાં વધી રહેલા ગ્રીનહાઉસ વાયુઓને સામેલ કરવામાં આવ્યા નથી. આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો, અભ્યાસમાં ઉલ્લેખિત તારીખ કરતાં પણ વહેલા માનવીઓનું લુપ્ત થઈ શકે છે.

પરિસ્થિતિ કેમ અને કેવી રીતે બગડશે?

રિસર્ચમાં દર્શાવે છે કે પૃથ્વી એક એવો મહાખંડ બનવા તરફ આગળ વધી રહી છે કે આગામી 250 વર્ષમાં તેનો માત્ર 8થી 16 ટકા વિસ્તાર જ રહેવા યોગ્ય રહેશે. તે Pangea Ultima તરીકે ઓળખાશે. અહીં તાપમાન ઝડપથી વધશે. ભેજની અસર જોવા મળશે. વિશ્વભરના તાપમાનમાં ઓછામાં ઓછો 15 ડિગ્રીનો વધારો થશે અને વિશ્વ ખરાબ સ્થિતિમાંથી પસાર થશે. પૃથ્વી હવે રહેવાની મજાની જગ્યા આજની જેમ નહીં રહે.

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર તે જ પ્રજાતિ બચશે જે પોતાને તાપમાનની અસરથી દૂર રાખી શકશે. આબોહવા સંકટના કારણે માનવ લુપ્ત થવાનો મુદ્દો વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આબોહવા પરિવર્તન પર કામ કરતા વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે સરકારોએ આબોહવા પરિવર્તનની સૌથી ખરાબ પરિસ્થિતિ સાથે સંકળાયેલા પરિણામો પર ધ્યાન આપવાની જરૂર છે. જો તાપમાન ધાર્યા કરતા વધુ વધશે તો પૃથ્વી પરના તમામ માનવજીવનનો અંત આવવાની શક્યતા પણ વધી જશે. જે માનવીઓ માટે વિનાશક સાબિત થશે.

સરકારોએ મોટા પગલા ભરવા પડશે

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ એક્સટેન્ટ રિસ્કના પ્રોફેસર ડો. લ્યુક કેંમ કહે છે કે, ગ્લોબલ વૉર્મિંગનું સામાન્ય સ્તર પણ આબોહવા પરિવર્તન પર વિનાશક અસરો કરી શકે છે. આબોહવા પરિવર્તન દરેક સામૂહિક લુપ્તતા ઘટનામાં ભૂમિકા ભજવી છે.

માર્ચમાં જાહેર કરાયેલા સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરની સરકારોએ ક્લાઈમેટ ઈમરજન્સીની સ્થિતિને લઈને મોટા પગલા ભરવાની જરૂર છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવું હોય તો તમામ ક્ષેત્રોમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં સતત ઘટાડો કરવો પડશે. વૈશ્વિક ઉત્સર્જન પહેલેથી જ ઓછું છે તે જોતાં, તેને 2030 સુધીમાં અડધો કરવાની જરૂર પડશે.


આ પણ વાંચો: IND Vs AUS 3nd ODI Live/ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો, પ્રસિદ્ધ કૃષ્ણાએ ડેવિડ વોર્નર પેવેલિયન મોકલ્યો

આ પણ વાંચો: America/ રાષ્ટ્રપતિ જો બાઈડેનનો ‘કમાન્ડર’ કાબૂ બહાર, અધિકારીને ભર્યા બચકા

આ પણ વાંચો: રાજકોટ/ રાજકોટમાં ભારતીય ટીમના કેપ્ટનનો IPhone ચોરાયો કે ખોવાયો?