જન્મ દિવસ/ ધોનીનાં કારણે મારી કારકિર્દીનું થયું પતન : કુલદીપ યાદવ

કુલદીપ યાદવે મીડિયા સામે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેની કારકિર્દીમાં પતનનું એક મોટું કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. આપને નવાઇ લાગશે કે કેમ તેના માટે ધોની જવાબદાર?

Sports
કુલદીપ યાદવ જન્મ દિવસ

ટીમ ઈન્ડિયાનાં પ્રખ્યાત સ્પિનર ​​કુલદીપ યાદવ આજે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કાનપુરનાં આ યુવા ખેલાડી કુલદીપ યાદવે ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી છે. કુલદીપ યાદવે 25 માર્ચ 2017નાં રોજ ઓસ્ટ્રેલિયા સામે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ તોફાન સર્જ્યું હતું. જો કે તે છેલ્લા 2 વર્ષથી ઈજાનાં કારણે ક્રિકેટથી દૂર છે. તે આ માટે ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન ધોનીને જવાબદાર ગણે છે.

આ પણ વાંચો – ભારત માટે એક મોટો ફટકો / દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના સ્થાને પ્રિયાંક પંચાલની પસંદગી કરાઇ

આપને જણાવી દઇએ કે, કુલદીપ યાદવ ભારતનાં સ્ટાર સ્પિનરોમાંથી એક છે. એક સમયે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની સ્પિન જોડી ભારતની સૌથી ખતરનાક જોડી માનવામાં આવતી હતી. આ જોડી કુલચા તરીકે જાણીતી હતી. આજે એટલે કે 14મી ડિસેમ્બરે કુલદીપ યાદવનો જન્મદિવસ છે. જ્યારે લોકો તેને તેના જન્મદિવસ પર યાદ કરે છે, ત્યારે તે વાત પણ યાદ આવે છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હેટ્રિક લેનાર પ્રથમ બોલર છે. તે ODIમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર વિશ્વનાં 15 બોલરોમાંનો એક છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે સીડનીનાં મેદાનમાં ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કુલદીપ યાદવની કારકિર્દી સારી રીતે ચાલી રહી નથી. તેની કારકિર્દીમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો છે. તે છેલ્લા ઘણા મહિનાઓથી ઈજા સાથે પણ ઝઝૂમી રહ્યો છે. કુલદીપ યાદવ ઈજામાંથી સાજા થઈને મેદાનમાં પરત ફરશે તેવી તમામને આશા છે. 14 ડિસેમ્બર 1994નાં રોજ ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં જન્મેલા આ બોલરની કારકિર્દીમાં અચાનક ઘટાડો કેમ આવ્યો તે એક મોટો પ્રશ્ન છે. આનો જવાબ તેણે પોતે એક ઈન્ટરવ્યૂમાં આપ્યો હતો. કુલદીપ યાદવે મીડિયા સામે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેની કારકિર્દીમાં પતનનું એક મોટું કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. આપને નવાઇ લાગશે કે કેમ તેના માટે ધોની જવાબદાર? પણ અમે તમને અહી જણાવી દઇએ કે, ધોની જવાબદાર એટલે તેના દ્વારા નિવૃત્તિનો લેવાયેલો નિર્ણય. કુલદીપ યાદવે કહ્યું કે, ધોનીનાં નિવૃત્તિ પછી તેને ધોનીનું માર્ગદર્શન અને ધોનીની સલાહ મળવાનું બંધ થઈ ગયું છે. તે હજુ પણ મેદાન પર ધોનીનું માર્ગદર્શન યાદ કરી રહ્યો છે. ધોનીની ગાઈડલાઈન્સનું જ પરિણામ હતું કે તે સતત વિકેટો લઈ રહ્યો હતો.

આ પણ વાંચો – Cricket / હિટમેન માટે આજનો દિવસ છે ખાસ, બનાવ્યો હતો ક્યારે ન તૂટી શકે તેવો રેકોર્ડ

અત્રે જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020નાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. કુલદીપ યાદવ હજુ પણ મેદાન પર ધોનીને યાદ કરી રહ્યો છે. નોંધનીય છે કે, BCCIએ સોશિયલ મીડિયા પર કુલદીપ યાદવને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કુલદીપ યાદવનાં કોચ કપિલ પાંડેએ કુલદીપ યાદવનાં ક્રિકેટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જ્યારે કુલદીપને 2014માં અંડર-19 વર્લ્ડકપમાં ભારત તરફથી રમવાની તક મળી ત્યારે તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંડર 19 વર્લ્ડકપમાં તેના શાનદાર પ્રદર્શનથી, તેણે દરેક તક પર તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. કુલદીપ 2015 ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં રમ્યો હતો. આ મેચમાં તેણે પોતાની હેટ્રિકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારથી કુલદીપે ક્યારેય પાછું વળીને જોયું નથી. કુલદીપે 25 માર્ચ 2017નાં રોજ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2019માં વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં કુલદીપ યાદવે હેટ્રિક લઈને પોતાની ક્ષમતાનો પુરાવો આપ્યો હતો. કુલદીપ ODIમાં બે હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય બોલર છે.