Not Set/ હૈદરાબાદ ટેસ્ટમાં પૃથ્વી શોએ કમાલ કરતા ૧૦ વર્ષ જૂના આ રેકોર્ડની કરી બરાબરી

હૈદરાબાદ, હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ મેદાનમાં ઉતરવાની સાથે જ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પૃથ્વી શોએ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં પોતાની ઇનિંગ્સની શરૂઆતના પ્રથમ ઓવરમાં જ સિક્સર ફટકારી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ શો ટેસ્ટની […]

Trending Sports
DpXbnc0UUAAT7mu 1 હૈદરાબાદ ટેસ્ટમાં પૃથ્વી શોએ કમાલ કરતા ૧૦ વર્ષ જૂના આ રેકોર્ડની કરી બરાબરી

હૈદરાબાદ,

હૈદરાબાદ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન પૃથ્વી શોએ મેદાનમાં ઉતરવાની સાથે જ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

પૃથ્વી શોએ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં પોતાની ઇનિંગ્સની શરૂઆતના પ્રથમ ઓવરમાં જ સિક્સર ફટકારી એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ શો ટેસ્ટની પહેલી ઓવરમાં જ સિક્સર ફટકારનાર બીજો ક્રિકેટર બની ગયો છે.

5551 101318115921 હૈદરાબાદ ટેસ્ટમાં પૃથ્વી શોએ કમાલ કરતા ૧૦ વર્ષ જૂના આ રેકોર્ડની કરી બરાબરી
sports-prithvi-shaw-virender-sehwag-india-westindies-10-year-old-record-six-in-first-over

આ પહેલા વર્ષ ૨૦૦૮માં એટલે કે ૧૦ વર્ષ પહેલા વીરેન્દ્ર સહેવાગે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

પૃથ્વી શોએ ભારતની પ્રથમ ઇનિંગ્સ શરુ થવાની સાથે જ વેસ્ટ ઇન્ડીઝના ઝડપી બોલર ગ્રેબિયલની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી.